પ્રીતિ ઝિન્ટા ૪૬ વર્ષની ઉંમરે જોડિયા બાળકોની માતા બની

0
19

પ્રીતિએ પોતાના જીવનની આ સૌથી ખુશીની ક્ષણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે.

બોલીવુડની બબલી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાના ઘરે આનંદનો માહોલ છે. અભિનેત્રીના ઘરમાં કિલકારીઓ ગુંજી ઊઠી છે. પ્રીતિ ઝિન્ટા બે જોડિયા બાળકોની માતા બની છે. પ્રીતિએ પોતાના જીવનની આ સૌથી ખુશીની ક્ષણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. પોસ્ટમાં પ્રીતિએ પોતાના બે બાળકોનાં નામ પણ ફેન્સને જણાવ્યાં છે.

પ્રીતિ ઝિન્ટાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના પતિ સાથેના ફોટો સાથેની એક ખાસ નોંધ શેર કરીને આ ખુશખબર આપી છે. પ્રીતિએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે “હું આજે તમારા બધા સાથે અમારા અદ્ભુત સમાચાર શેર કરવા માગુ છું. હું અને જીન ખૂબ ખુશ છીએ. અમારું હૃદય ખૂબ જ કૃતજ્ઞતા અને પ્રેમથી ભરેલું છે કારણ કે અમારી પાસે બે જોડિયા જય ઝિન્ટા ગુડનફ અને ગિયા ઝિન્ટા ગુડનફ છે.”

પ્રીતિ ઝિંટાએ તેની પોસ્ટમાં આગળ લખ્યું કે “અમે અમારા જીવનના નવા તબક્કાને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. અમારી અદ્ભુત યાત્રાનો ભાગ બનવા માટે તમામ ડૉકટરો, નર્સો અને અમારા સરોગેટ્સનો હૃદયપૂર્વક આભાર. બધાને ખૂબ પ્રેમ  પ્રીતિ ઝિન્ટાની આ પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે સરોગસી દ્વારા માતા બની છે. પ્રીતિએ તેના નવા જીવનનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે.પ્રીતિની પોસ્ટ શેર થતાની સાથે જ દુનિયાભરના ચાહકો કપલને તેમના બાળકોના જન્મ બદલ અભિનંદન આપી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં તેમના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. થોડી જ મિનિટોમાં પ્રીતિની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. હવે દરેક વ્યક્તિ અભિનેત્રીના નાના બાળકોની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.