ફાઇઝર, બાયોએનટેક અને મૉડર્ના દર મિનિટે ૪૮.૩૬ લાખ રૂપિયાનો નફો રળી લે છે

0
17

ફાઇઝર, બાયોએનટેક અને મૉડર્નાએ અમીર દેશોની સરકારોની સાથે પોતાને મહત્તમ પ્રૉફિટ થાય એ રીતે કરાર કરવા તેમની મોનોપોલીનો ઉપયોગ કર્યો

દુનિયાના ગરીબ દેશો કોરોનાની રસીના પૂરતા ડોઝ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ફાઇઝર, બાયોએનટેક અને મૉડર્ના જેવી લીડિંગ વૅક્સિન કંપનીઓ તેમની કોવિડ વૅક્સિન્સ અમીર દેશોને વેચીને દર મિનિટે ૬૫,૦૦૦ ડૉલર (અંદાજે ૪૮.૩૬ લાખ રૂપિયા)નો નફો કરી રહી છે.
આ હકીકત કોરોનાની વૅક્સિનને વ્યાપકપણે લોકો સુધી પહોંચાડવા માટે અભિયાન ચલાવતા પીપલ્સ વૅક્સિન અલાયન્સે આ કંપનીઓની કમાણીના તેમના પોતાના રિપોર્ટ્સના આધારે જણાવી છે. આ અલાયન્સનો અંદાજ છે કે આ ત્રણેય કંપનીઓ આ વર્ષે ટૅક્સ ચૂકવ્યા પહેલાંનો ૩૪ અબજ ડૉલરનો પ્રૉફિટ મેળવશે. જેનો અર્થ એ છે કે આ કંપનીઓની કમાણી પ્રત્યેક મિનિટે ૬૫,૦૦૦ ડૉલર છે.
આફ્રિકન અલાયન્સ અને પીપલ્સ વૅક્સિન અલાયન્સ આફ્રિકાના માઝા સેયોમે કહ્યું હતું કે થોડીઘણી કંપનીઓ દર કલાકે લાખો ડૉલરની કમાણી કરે છે, જ્યારે બીજી તરફ ઓછી કમાણી ધરાવતા દેશોમાં માત્ર બે ટકા લોકો સંપૂર્ણપણે વૅક્સિનથી પ્રોટેક્ટેડ છે એ વાત બિલકુલ યોગ્ય નથી. ફાઇઝર, બાયોએનટેક અને મૉડર્નાએ અમીર દેશોની સરકારોની સાથે પોતાને મહત્તમ પ્રૉફિટ થાય એ રીતે કરાર કરવા તેમની મોનોપોલીનો ઉપયોગ કર્યો છે.