બતક પણ દોડ્યું મૅરથૉનમાં

0
11

મૅરથૉનમાં દોડનારા તમામ લોકોનું ધ્યાન દોડવાના સ્થાને દોડતા બતકને જોવામાં વધુ હતું

શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ હોવું એ ઘણી સારી બાબત મનાય છે. કદાચ એટલે જ પોતાના શહેરના લોકોના સ્વાસ્થ્યની ખેવના કરતાં અનેક શહેરો મૅરથૉન યોજતાં હોય છે. ન્યુ યૉર્કમાં આવી જ એક રેસ યોજાઈ હતી, જેમાં અનેક શહેરીજનોએ ભાગ લીધો હતો. જોકે તમામ શહેરીજનોના આશ્ચર્ય વચ્ચે રેસમાં એક સુંદરમજાના બતક રિંકલે પણ ભાગ લીધો હોય એમ રેસ શરૂ થતાં જ એ પણ સ્પીડમાં બધાની સાથે દોડી રહ્યું હતું. રિંકલનો મૅરથૉનની રેસમાં દોડતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર તેમ જ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં રેસ જોવા આવેલા તેમ જ મૅરથૉનમાં દોડનારા તમામ લોકોનું ધ્યાન દોડવાના સ્થાને દોડતા બતકને જોવામાં વધુ હતું.