બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર હુમલો: 1 શ્રદ્ધાળુનું મોત: 30 ઘાયલ

0
34

નૌઆબલીની ઘટના: દુર્ગાપુજા પંડાલ પર હુમલામાં 100 ઝડપાયા: હિન્દુ મંદિર પાસેથી બોમ્બ મળ્યા

બાંગ્લાદેશમાં દુર્ગાપુજાનો તહેવારો મનાવી રહેલા બંગાળી સમાજના દુર્ગાપુજા પંડાલ પર કટ્ટરવાદીના હુમલાની ઘટનામાં હજુ તપાસ ચાલુ જ છે ત્યાં જ અહી ગઈકાલે નૌઆબલીમાં ધ્વંશની એક શોભાયાત્રા પુર્વે ઈસ્કોન મંદિર પર હુમલો થતા ઈસ્કોન પંથના એક અનુયાયીનું મોત થયું છે અને 30થી વધુ ઘાયલ થયા છે. નૌઆબલી કોમી તનાવ માટે જાણીતું છે.

ગઈકાલે દશેરા નિમિતે અહી ઈસ્કોન મંદિર દ્વારા એક શોભાયાત્રા યોજાઈ હતી અને તેની તૈયારી ચાલુ હતી ત્યાં જ પહોંચી ત્યાં કેટલાક લોકોએ આ મંદિર પર લાઠી-કાચની બોટલો, પથ્થરોથી હુમલો કર્યો હતો. વ્યાપક તોડફોડ કરી હતી તથા તેમાં પાર્થ દાસ નામના 25 વર્ષના ઈસ્કોન અનુયાયીનું મોત થયું હતું તથા અન્ય 30 ઘાયલ થયા હતા. મંદિરમાં રહેલા પોલીસ પણ હુમલાને રોકી શકયા નહી તથા નાસભાગ મચી ગઈ હતી.

ગઈકાલે શુક્રવારની નમાઝ બાદ અહી મસ્જીદમાં એકઠા થયેલા લોકોએ આ પ્રકારના હુમલા કર્યા હોવાનું જાહેર થયું છે. આ અગાઉ દુર્ગાપુજાના પંડાલ પરના હુમલામાં 100થી વધુ લોકોની ધરપકડ થઈ છે. અહી ઢાકા ઉપરાંત અન્ય સ્થળોએ દુર્ગાપુજા પંડાલમાં તોડફોડ બાદ એક હિન્દુ મંદિર પાસેથી 18 દેશી બોમ્બ પણ મળી આવ્યા હતા. બાંગ્લાદેશથી છ જેટલા નાના શહેરોમાં પણ આ પ્રકારની હિંસા થઈ હતી. બાદમાં પંડાલ તથા મંદિરોની સુરક્ષામાં વધારો કરી દેવાયા છે તથા તોફાની તત્વોની શોધખોળ બાદ 100ની ધરપકડ થઈ છે.