બ્રિટનનો ટીનેજર સૌથી નાની ઉંમરનો વિશ્વ પ્રવાસી બન્યો

0
22

ટ્રેવિસ લુડલોએ ૧૮ વર્ષની વયે એકલા જ ૧૫૦ દિવસનો વિશ્વ પ્રવાસ ખેડ્યો હતો

ટ્રેવિસ લુડલો નામના બ્રિટિશ ટીનેજરે હવાઈ મુસાફરી કરનારા સૌથી નાની વયના વિશ્વ પ્રવાસી તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. ટ્રેવિસ લુડલોએ ૧૮ વર્ષની વયે એકલા જ ૧૫૦ દિવસનો વિશ્વ પ્રવાસ ખેડ્યો હતો.

ટ્રેવિસ લુડલોએ ૨૯ મેએ નેધરલૅન્ડ્સના ઍરપોર્ટથી તેનો પ્રવાસ શરૂ કર્યો હતો તથા પોલૅન્ડ, રશિયા, અમેરિકા, કૅનેડા, ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ, બ્રિટન, આયરલૅન્ડ, સ્પેન, મૉરોક્કો, ફ્રાન્સ અને બેલ્જિયમમાં રોકાણ કરી ૪૪ દિવસ બાદ પાછો ફર્યો હતો. હવાઈ જહાજના પ્રવાસ દ્વારા સૌથી નાની વયે વિશ્વનો પ્રવાસ ખેડી ગિનેસ વર્લ્ડ

રેકૉર્ડ કાયમ કરવા ટ્રેવિસ લુડલો મે, ૨૦૨૦માં વિશ્વ પ્રવાસ ખેડવાની યોજના ધરાવતો હતો પરંતુ કોરોના વાઇરસ મહામારીને કારણે તેને યોજના પાછળ ઠેલવી પડી હતી.

અમેરિકાએ ટ્રેવિસ લુડલોને તેના પ્રવાસ દરમ્યાન અગાઉના રેકૉર્ડ ધારક મેસન ઍન્ડ્રુને મળવાની પરવાનગી આપી હતી. ઑક્ટોબર, ૨૦૧૮માં તેની વિશ્વ પ્રવાસની યાત્રા પૂર્ણ કરી ત્યારે મેસન ઍન્ડ્રુ ૧૮ વર્ષ અને ૧૬૩ દિવસનો હતો.