બ્રિટન અને ફિનલૅન્ડના વૈજ્ઞાનિકોએવશ્વાનની બેચેની દૂર કરવા ડૉગફોન બનાવ્યા

0
17

પરિવાર સાથે રહેતા પેટ્સ, એમાં સૌથી વિશેષ પાલતુ શ્વાન. અમેરિકામાં ૭૦ ટકા જેટલા શ્વાન ઘરે એકલા રહેવાથી ચિંતા કે તાણ અનુભવી રહ્યા છે

માણસોની જેમ પાલતુ પશુઓ પણ અનેક કારણસર ચિંતા અને બેચેની અનુભવે છે. ખાસ કરીને પરિવાર સાથે રહેતા પેટ્સ, એમાં સૌથી વિશેષ પાલતુ શ્વાન. અમેરિકામાં ૭૦ ટકા જેટલા શ્વાન ઘરે એકલા રહેવાથી ચિંતા કે તાણ અનુભવી રહ્યા છે.
જોકે આ સમસ્યાને નિવારવા માટે ડૉગફોન નામનું ડિવાઇસ બનાવવામાં આવ્યું છે, જેની મદદથી પેટ અને એના માલિક વચ્ચે ગમેત્યારે તાત્કાલિક સંવાદ થઈ શકે. બ્રિટન અને ફિનલૅન્ડના વૈજ્ઞાનિકોએ બનાવેલા આ ડિવાઇસ બૉલમાં એ રીતે ગોઠવવામાં આવ્યું છે કે પેટ જ્યારે બૉલ હલાવે ત્યારે આસપાસના ડિવાઇસમાંથી માલિકને વિડિયો-કૉલ જોડી દેવામાં આવે. પહેલાં શ્વાન પર પ્રયોગ કરતાં થોડો સમય લાગ્યો અને માલિકને ભૂલથી ઘણાબધા વિડિયો-કૉલના જવાબ આપવા પડ્યા, પણ અંતે શ્વાન બૉલ રમાડીને માલિક સાથે વિડિયો-કૉલ જોડતાં શીખી ગયો હતો.