ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જીની ભવ્ય જીત

0
20

58000 કરતા વધુ મતની લીડથી વિજય : ભવાનીપુર ઉપરાંત બંગાળના સંસેરગંજ અને જંગીપુરમાં યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ પણ આવશે

ભવાનીપુર/પશ્ચિમ બંગાળ:
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર બેઠક પર શાનદાર જીત મેળવી છે. મમતા બેનરજીએ ભાજપના પ્રિયંકા ટિબરેવાલને 58832 મતથી હરાવ્યા છે. મમતા બેનરજી માટે આ બેઠક પ્રતિષ્ઠાનો વિષય હતો. આ પેટા ચૂંટણીમાં મમતા બેનરજીને કુલ 84709 મત મળ્યા હતા, ભાજપના પ્રિયંકા ટિબરેવાલ 26320 મત મળ્યા હતા. જ્યારે સીપીએમના કેન્ડિડેટ શ્રીજીબને માત્ર 4201 મત મળ્યા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રવિવારે 58,832 મતોથી ભવાનીપુર બેઠક પર પેટાચૂંટણી જીતી હતી. બેનર્જીએ પોતાના ઘરેથી જીતનો દાવો કર્યા બાદ કહ્યું “આ નંદીગ્રામમાં મને હરાવવા માટે રચવામાં આવેલા કાવતરા સામેની જીત છે. મને આટલો મોટો જનાદેશ આપવા બદલ હું ભવાનીપુરના લોકોનો આભાર માનું છું.”

દરમિયાન, ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરવાલે તેમની હાર માટે “નકલી મતદારો”ને જવાબદાર ઠેરવ્યા હતા. “જો લોકોને મત આપવાની છૂટ હોત તો પરિણામ અલગ હોત. મતદાનના દિવસે પણ મેં નકલી મતદારોને પકડી લીધા હતા. કેટલાક બૂથમાં મતદાનમાં ગોટાળા થયા હતા, પણ હું કબૂલ કરીશ કે ભવાનીપુરમાં અમારું સંગઠન નબળું હતું. અમારે આમાં સુધારો કરવો પડશે.” ટિબરવાલે ભવાનીપુરની સીટ હાર્યા બાદ આઅ નિવેદન આપ્યું હતું.

બીજી તરફ ઓડિશાની પીપલી વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે. બીજેડીના રુદ્રપ્રતાપ મહારથી ઓડિશાની પીપલી વિધાનસભા બેઠક પર આગળ છે. જ્યારે બીજેપીના આશ્રિત પટનાયક બીજા નંબરે ચાલી રહ્યા છે. બીજુ જનતા દળનો ઉમેદવાર ગત ચૂંટણીમાં અહીંથી જીત્યો હતો. TMC ના ઝાકિર હુસેન જંગીપુર બેઠક પરથી આગળ છે. ભાજપના ઉમેદવાર સુજીત દાસ બીજા નંબરે છે. જ્યારે TMCના અમીરૂલ ઇસ્લામ સંસેરગંજ બેઠક પર આગળ છે. ત્યાં પણ ભાજપના ઉમેદવાર મિલન ઘોષ બીજા સ્થાને છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ત્રણેય વિધાનસભા બેઠકો TMC પાસે હતી.

મે મહિનામાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી હારી ગયા હતા. મમતા બેનર્જીની મુખ્યપ્રધાન બેઠકનો નિર્ણય પેટાચૂંટણીના પરિણામ સાથે થશે. મુખ્યપ્રધાન રહેવા માટે તેમના માટે આ બેઠક પરથી જીતવું જરૂરી છે, કારણ કે મુખ્યમંત્રી માટે 6 મહિનાની અંદર વિધાનસભા બેઠકના સભ્ય બનવું ફરજિયાત છે.

ઉલ્લેખનીય છે કે મુર્શિદાબાદ જિલ્લાની સમસેરગંજ અને જંગીપુર બેઠકોની પેટાચૂંટણીમાં પણ ટીએમસીના ઉમેદવારો આગળ છે. તૃણમૂલ કોંગ્રેસનો દાવો છે કે મમતા બેનર્જી 50 હજારથી વધુ મતોથી ભવાનીપુર બેઠક જીતશે. ભાજપે જીતનો દાવો કર્યો નથી, પરંતુ કહ્યું છે કે ભવાનીપુર બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલ મમતા બેનર્જીને કડક ટક્કર આપશે.