ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સમાવેશ

0
25

મેનકા ગાંધી તથા વરુણ ગાંધીને રાષ્ટ્રીય કારોબારીમાંથી પડતા મુકાયા,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા સી.આર.પાટીલને પણ સ્થાન

આજે ભાજપની રાષ્ટ્રીય કારોબારી જાહેર કરવામાં આવી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, મંત્રીમંડળના સીનીયર સભ્યો અને માર્ગદર્શક મંડળમાં સમાવાયેલા એલ.કે.અડવાણી તથા મુરલી મનોહર જોશીને કારોબારીમાં સ્થાન અપાયું છે. ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને કારોબારીમાં સ્થાન અપાયું છે જયારે ગાંધી કુટુંબના બે સભ્યો મેનકા ગાંધી તથા વરુણ ગાંધીને પડતા મુકાયા છે અને જયોતીરાદીત્ય સિંધીયાને કારોબારીમાં સમાવાયા છે. જયારે કેબીનેટમાંથી પડતા મુકાયેલા બે મંત્રીઓ રવિશંકર પ્રસાદ અને હર્ષવર્ધનને કારોબારીમાં સ્થાન મળ્યું છે. ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ ઉપરાંત રાજયસભાના સાંસદ રમીલાબેન બારા મહામંત્રી રત્નાકર અને ગુજરાતના પ્રભારી સુધીર ગુપ્તાને કારોબારીમાં સમાવાયા છે.