ભારતમાં 2 થી 18 વર્ષના બાળકો અને ટીનેજર્સ માટે ‘કોવેકસીન’ને મંજુરી

0
22

ભારતમાં હવે બાળકો માટેની વેકસીન પણ આવી ગઈ છે. ડાયરેકટર જનરલ ઓફ ડ્રગ ઓથોરીટી દ્વારા કોવેકસીનના બે ડોઝ બાળકોને આપવા માટે મંજુરી અપાઈ છે. ભારત બાયોટેકની આ વેકસીનની બાળકો પર વયસ્ક જેવી જ અસર થઈ હતી તેથી તે સલામત હોવાનું જાહેર થયું છે. હવે બે વર્ષ થી ૧૮ વર્ષના બાળકો – ટીનેજર્સ માટે કોવેકસીનને મંજૂરી આપવામાં આવી છે.