મમતાએ મોદી સાથેબી એસએફના કાર્યક્ષેત્ર અને ત્રિપુરા હિંસાના મુદ્દા ઉઠાવ્યા

0
11

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન સંસદના શિયાળુ સત્ર પહેલાં નવી દિલ્હીની ચાર દિવસની મુલાકાતે છે જે દરમિયાન તેઓ બીજેપીના સુબ્રહ્મણ્યમ સ્વામી સહિત અનેક રાજકારણીઓને મળ્યાં હતાં.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ પછી તૃણમૂલ કૉન્ગ્રેસના વડાએ જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાન સાથેની મુલાકાતમાં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સનું કાર્યક્ષેત્ર વધારવા સહિત પશ્ચિમ બંગાળને સંબંધિત અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે ત્રિપુરામાં હિંસા બાબતે પણ વાત કરી હતી.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન સંસદના શિયાળુ સત્ર પહેલાં નવી દિલ્હીની ચાર દિવસની મુલાકાતે છે જે દરમિયાન તેઓ બીજેપીના સુબ્રહ્મણ્યમ સ્વામી સહિત અનેક રાજકારણીઓને મળ્યાં હતાં.
ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કૉન્ગ્રેસની ભૂમિકા વિશે મમતા બૅનરજીએ જણાવ્યું હતું કે જો સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને અમારી મદદની જરૂર હશે તો પછી અમે મદદ કરવા માટે તૈયાર છીએ.