મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસ:એનસીબીએ શાહરુખ ખાનના ડ્રાઈવરને સમન્સ પાઠવ્યા

0
19

મુંબઈમાં ચાલી રહેલા ક્રૂઝ ડ્રગ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે.

મુંબઈમાં ચાલી રહેલા ક્રૂઝ ડ્રગ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એ હવે આ મામલે શાહરુખ ખાનના ડ્રાઈવરને સમન્સ પાઠવ્યા છે. હાલ કિંગ ખાનના ડ્રાઈવર સાથે એનસીબી ઓફિસમાં પૂછપરછ ચાલી રહી છે. ડ્રાઈવરનુ નામ રાજેશ મિશ્રા છે.શાહરૂખ ખાનના ડ્રાઈવર સાથે પૂછપરછ તપાસનો એક ભાગ છે. તપાસમાં સામે આવ્યુ હતુ કે આર્યન ખાન, અરબાજ મરચન્ટ, પ્રતીક ગાબાની સાથે વધુ એક શખ્સ આર્યનના બંગલા મન્નતથી એક સાથે મર્સિડીઝ ગાડીમાં નીકળ્યા હતા. આ તમામ એક સાથે ક્રૂઝ પાર્ટી માટે નીકળ્યા હતા. આ એક પ્લાન હેઠળ ગયા હતા. એક ષડયંત્ર હતુ અને આની જાણકારી બાદ એનસીબીએ NDPSના સેક્શન-29ને FIRમાં એડ કર્યા હતા. એનસીબી આ વાતને વધુ પુખ્ત કરવા માટે ડ્રાઈવરનુ નિવેદન નોંધી રહી છે.  ઉલ્લેખનીય છે કે નાર્કોટીકસ બ્યુરોએ  તાજેતરમાં એક ક્રૂઝ શીપ પર દરોડા પડ્યા હતા અને રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. આ પાર્ટીમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન સહિત અન્ય સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને એસીબીની કસ્ટડી બાદ ગુરુવારે 14 ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.ગઇકાલે કોર્ટે તમામની જમાનતની અરજી ફગાવી દીધી હતી.આર્યન સહિત તમામ હાલમાં આર્થરરોડ પરની જેલમાંછે.