મુંબઈ ડ્રગ કાંડ મુદે નવાબ મલિકે કિરીટસિંહને ઘેરતા ગુજરાતનું રાજકારણ ગરમાયું

0
17

ગુજરાતના મંત્રીની ડ્રગ કાંડના શંકાસ્પદ સાથેનીતસ્વીર દર્શાવી: ગુજરાત ભાજપ બચાવમાં આવી ગયું

મુંબઈ અને મહારાષ્ટ્રના રાજકારણમાં ધમાસાણ મચાવી રહેલા આર્યનખાન ડ્રગ કાંડમાં હવે નાર્કોટીક કંટ્રોલ બ્યુરો સામે મેદાને પડેલા રાજયના મંત્રી તથા એનસીપી નેતા નવાબ મલીકે થોડા દિવસ પુર્વે ટવીટ થયેલા આ ડ્રગ કાંડના એક સાક્ષી કમ આરોપી કિરણ ગોસાવી અને નાર્કોટીગ બ્યુરોના અધિકારી સચીન પાટીલ સાથેની ગુજરાતના વન પર્યાવરણ મંત્રી તથા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની તસ્વીર રજુ કરીને આરોપ મુકયો હતો કે કુંઝ ડ્રગ કાંડનું કનેકશન ગુજરાતમાં છે.

ગોસાઈ કુઝમાં દરોડા પુર્વે ગુજરાતમાં અમદાવાદમાં હતો અને અમદાવાદની એક હોટેલમાં રોકાયો હતો તથા ગુજરાતના મંત્રી કિરીટસિંહને મળ્યો હતો. આ મુલાકાતની તપાસ થવી જોઈએ અને ભાજપના મંત્રી તથા ડ્રગ કાંડ સાથે સંકળાયેલા લોકો તથા નાર્કોટીક બ્યુરોના અધિકારી વચ્ચે શું સાઠગાઠ છે તે પણ જાહેર થવું જોઈએ. બીજી તરફ જાહેર થવું જોઈએ. બીજી તરફ અગાઉ આ તસ્વીર વાયરલ થઈ હોવા છતાં પણ મૌન ધારણ કરી લેનાર રાજયના મંત્રી કિરીટસિંહ રાણાએ અંતે મૌન તોડતા પોતે આ ગોસાવી કે નાર્કોટીક અધિકારી પાટીલને ઓળખતા હોવાનો પણ ઈન્કાર કરતા જણાવ્યું કે હું આ તમામ સાથે કે ડ્રગ કાંડ સાથે કોઈ સંબંધ ધરાવતો નથી.

આ લોકો ગાંધીનગરમાં મને મળ્યા હશે અને તસ્વીરો ખેચાવી હશે પણ મને તે કયારે થયું તે યાદ નથી. આમ તેઓએ આ તસ્વીર અંગે સંપૂર્ણ અજ્ઞાન દર્શાવ્યું હતું તો બીજી તરફ રાજયના કેબીનેટ મંત્રી તથા પ્રવકતા જીતુ વાઘાણી પણ મેદાનમાં આવી ગયા અને તેઓએ નવાબ મલીકને તેના આક્ષેપો પુરવાર કરવા પડકાર ફેકતા કહ્યું કે કોઈ એક તસ્વીરથી ડ્રગ માફીયા સાથેનું કનેકશન સાબીત થયું નથી. હું કિરીટસિંહને ઓળખુ છું. તેઓનું જાહેર જીવન સ્વચ્છ અને પ્રમાણીક રહ્યું છે. તેઓ આ પ્રકારે કદી કૃત્ય કરે નહી તે નિશ્ર્ચિત છે. તેમણે કોંગ્રેસ તથા એનસીપીને ડ્રગ કાંડ મુદે ખોટા આક્ષેપો કરવાનો આરોપ મુકયો હતો. આમ આ તસ્વીરે હવે વિવાદ સર્જયો છે.