યુકેમાં ટૅક્સી ડ્રાઇવરે સુસાઇડ બૉમ્બર્સને કારમાં લૉક કરીને અનેકના જીવ બચાવ્યા

0
15

બ્રિટનમાં ડેવિડ પેરી નામના એક ટૅક્સી ડ્રાઇવરે તેની સૂઝબૂઝથી ન ફક્ત તેનો પોતાનો પરંતુ અનેકના જીવ બચાવ્યા હતા અને મોટો આતંકવાદી હુમલો થતો અટકાવ્યો હતો, જેને હવે બ્રિટનમાં હીરો ગણાવવામાં આવી રહ્યો છે. તેણે પોતાની કૅબમાં બ્લાસ્ટ થતાં પહેલાં એક શંકાસ્પદ પેસેન્જરને કૅબમાં લૉક કરી દીધો હતો. લિવરપુલની વિમેન્સ હૉસ્પિટલની પાસે થયેલા આ બ્લાસ્ટમાં માત્ર આ પેસેન્જર જ મર્યો હતો.
આ એક્સપિરિયન્સ ટૅક્સી ડ્રાઇવરે એક વ્યક્તિને પોતાની ટૅક્સીમાં બેસાડી હતી. આ પેસેન્જરે સૌપ્રથમ હૉસ્પિટલથી અડધા માઇલના અંતરે આવેલા લિવરપુલના એંગલિકન કેથેડ્રલમાં લઈ જવા કહ્યું હતું. જ્યાં રિમેમ્બ્રન્સ સન્ડે પરેડ પૂરી થઈ હતી અને મેમોરિયલ ઇવેન્ટ યોજાઈ રહી હતી કે જેમાં હજારો લોકો એકત્ર થયા હતા.
પેરીના એક ફ્રેન્ડે કહ્યું હતું કે ‘રોડ બ્લૉક હોવાના કારણે તેઓ ત્યાં ના જઈ શક્યા. એ પેસેન્જરે તેનો વિચાર બદલી નાખ્યો અને પેરીને એના બદલે સિટી સેન્ટરમાં જવા કહ્યું હતું. જોકે તેઓ જ્યારે વિમેન્સ હૉસ્પિટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એ પેસેન્જરે કાર રોડની બાજુ પર ઊભી રાખવા કહ્યું હતું. એ સમયે ડેવિડે નોટિસ કર્યું હતું કે એ પેસેન્જરના કપડાં સાથે લાઇટ પ્રકારનું કંઈક અટેચ છે અને તે એને જોડી રહ્યો હોય એમ લાગતું હતું. તેને એ બિલકુલ બરાબર નહોતું લાગતું.
એ જોઈને તરત જ ડેવિડ કારમાંથી બહાર કૂદ્યો અને કાર લૉક કરી દીધી હતી. એ સમયે પેલો માણસ કારની પાછળની સીટ પર જ હતો. ડેવિડ બહાર નીકળ્યો કે તરત જ એમાં બ્લાસ્ટ થયો હતો. જો આ પેસેન્જર હૉસ્પિટલની અંદર ગયો હોત તો મોટી જાનહાનિ થઈ હોત.
આ બ્લાસ્ટના કારણે ડેવિડને થોડા ઉઝરડા અને ઘા થયા હતા અને તેણે તેના કાનમાં સ્ટિ​ચીઝ લેવાની જરૂર પડી હતી. આ એક્સપ્લોઝનની તપાસમાં એન્ટિ-ટૅરર પોલીસે અનેક જગ્યાએ રેઇડ પાડી હતી અને ટૅરરિઝમ અૅક્ટ હેઠળ ત્રણ જણની ધરપકડ કરી હતી.