રશિયાએ ઇન્ડિયાને એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ પહોંચાડવાનું શરૂ કર્યું

0
15

એસ-૪૦૦ ટ્રાયમ્ફથી ભારતની ડિફેન્સ સિસ્ટમ મજબૂત થશે

રશિયાએ ભારતને એસ-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઇલ સિસ્ટમ પહોંચાડવાનું શરૂ કર્યું છે. એકસાથે ૩૬ મિસાઇલ્સને તોડી પાડવાની ક્ષમતા ધરાવતી એસ-૪૦૦ ટ્રાયમ્ફથી ભારતની ડિફેન્સ સિસ્ટમ મજબૂત થશે. રશિયાની ફેડરલ સર્વિસ ફોર મિલિટરી-ટેક્નિકલ કો-ઑપરેશનના ડિરેક્ટરે  જણાવ્યું હતું કે ઇન્ડિયાને એસ-૪૦૦ ઍરડિફેન્સ સિસ્ટમની સપ્લાય શરૂ થઈ છે. આ ડિફેન્સ સિસ્ટમ માટેની ડીલ લગભગ૩૫,૦૦૦ કરોડ રૂપિયાની છે.

એસ-૪૦૦ મિસાઇલની વિશેષતાઓ  ઃ

૧) રશિયા દ્વારા વિકસિત આ મિસાઇલ સિસ્ટમ જમીન પરથી હવામાં પ્રહાર કરવા માટે સક્ષમ છે. આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને દુનિયાનું સૌથી ખતરનાક હથિયાર માનવામાં આવે છે. એસ-૪૦૦ દુશ્મનના હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે સક્ષમ છે.
૨)આ મિસાઇલ સિસ્ટમ એકસાથે ૩૬ મિસાઇલ્સને તોડી પાડી શકે છે. એને પાંચ મિનિટમાં તહેનાત કરી શકાય છે.
૩) આ મિસાઇલ  સિસ્ટમ મોડર્ન રડારથી સજ્જ છે. એના રડાર ૬૦૦ કિલોમીટરના અંતર સુધી ટાર્ગેટને જોઈ શકે છે અને એનો નાશ કરી શકે છે.
૪)  આ સિસ્ટમ ઍરક્રાફ્ટ, ક્રૂઝ મિસાઇલ અને ત્યાં સુધી કે પરમાણુ મિસાઇલને ૪૦૦ કિલોમીટર પહેલાં જ નષ્ટ કરવા માટે સક્ષમ છે.