રાજયમાં 24 કલાકમાં કોરોનાનો વ્યાપ વધવા સાથે કેસ 50ને પાર થયા

0
17
28_04_2020-coronavirus_20227675_75812942-1.jpg

દિવાળી બાદ ધીમે પગલે કોરોનાએ માથુ ઉચકવાનું શરુ કર્યુ છે આજે 54 કેસ નોંધાતા કુલ કોરોનાસંક્રમિતનો આંક 827068 થયો.રાજયમાં આજે 16દર્દીઓ ડીસ્ચાર્જ કરાતા કુલ ડીસ્ચાર્જનો આંક 98.74 ટકા અને કુલડીસ્ચાર્જ 816687 થયા.રાજયમાં 8 દર્દીઓ વેન્ટીલેટર પર સહિત 206 એકટીવ કેસ નોંધાયા છે.રાજયમાં આજે 425721 લોકોએ રસીકરણ કરાવતા કુલ રસીકરણ 75733872 થયુ.રાજયમાં આજે નોંધાયેલા કોરોના 54 કેસમાંથી 50ટકાથી ઉપરકેસ અમદાવાદમા 28  નોંધાયા છે.રાજયમાં 5 મહાનગર અને 9 જીલ્લામાં કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદ-28,સુરત શહેર-4 અને જીલ્લામાં-3,વડોદરા શહેર-4 અને જીલ્લા-3,રાજકોટ શહેર -2 અને જીલ્લા-1 ,જુનાગઢ શહેર-1,કચ્છ અને વલસાડમાં2-2,ભરુચ,નવસારી અને તાપીમાં1-1 કેસ નોંધાયો છે.રાજયના 3 મહાનગર 24 જીલ્લામાં કોરોના એકપણ કેસ નોંધાયો નથી.ગાંધીનગર શહેર અને જીલ્લો,ભાવનગર શહેર અને જીલ્લો,જામનગર શહેર,અમદાવાદ,અમરેલી,આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,બોટાદ,છોટાઉદેપુર,દાહોદ,ડાંગ,દેવભુમિદ્વારકા,ગીરસોમનાથ,જુનાગ ઢ,ખેડા,મહીસાગર,મહેસાણા,મોરબી,નર્મદા,પંચમહાલ,પાટણ,પોરબંદર,સાબરકાંઠા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.