રાજયમાં 24 કલાકમાં કોરોના 14 કેસ 3 મહાનગર અને 2 જીલ્લામાં નોંધાયા

0
21
images-14.jpg

રાજયમાં આજે 565747 લોકોએ રસીકરણ કરાવતા કુલ રસીકરણ 62010101 થયુ

રાજયમાં ગત 2 દિવસથી કોરોના વધતા જતા કેસોમાં આજે ઘટાડો નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.રાજયમાં આજે કોરોના 14 કેસ નોંધાતા કુલ કોરોનાસંક્રમિતનો આંક 826016 થયા.રાજયમાં આજે 22 દર્દી સાજા થતા કુલ ડીસ્ચાર્જ 815762 અને સાજાનો દર 98.76 ટકા થયો છે.રાજયમાં આજની સ્થિતિએ 3 દર્દીઓ વેન્ટીલેટર પર સાથે 172 એકટીવ કેસ નોંધાયા છે.રાજયમાં 14 કેસ 3 મહાનગર અને 2 જીલ્લામાં આ મુજબ નોંધાયા છે. અણદાવાદ મહાનગર-6.સુરત મહાનગર-4 અને જીલ્લામા-1,વડોદરા મહાનગર-1 અને ભાવનગર જીલ્લામાં-1 કેસ નોંધાયા છે. રાજયમાં 5 મહાનગર અને 31 જીલ્લામાં કોરોના એકપણ કેસ નોંધાયો નથી. જેમાં રાજકોટ શહેર અને જીલ્લો,જુનાગઢ શહેર અને જીલ્લો,જામનગર શહેર અને જીલ્લો,ગાંધીનગર શહેર અને જીલ્લો,ભાવનગર શહેર,અમદાવાદ,અમરેલી,આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,ભરુચ,બોટાદ,છોટાઉદેપુર,દાહોદ,ડાંગ,દેવભુમિદ્વારકા,ગીરસોમનાથ,ખેડા,કચ્છ,મહીસાગર,મહેસાણા,મોરબી,નર્મદા,નવસારી,પંચમહાલ,પાટણ,પોરબંદર,સાબરકાંઠા,સુરેન્દ્રનગર,તાપી અને વડોદરાનો સમાવેશ થાય છે.