રાજયમાં 24 કલાકમાં કોરોના 24 કેસ 3 મહાનગર અને 5 જીલ્લામાં નોંધાયા

0
15

રાજયમાં કોરોના 24 કલાકમાં 24 કેસ નોંધાતા કુલ કોરોનાસંક્રમિતનો આંક 826123 થયો.રાજયમાં 24 કલાકમાં 17 દર્દી સાજા થતા કુલડીસ્ચાર્જનો આંક 815855 થયો. રાજયમાં આજે 5 દર્દીઓ વેન્ટીલેટર પર સાથે 182 એકટીવ કેસ છે. રાજયમાં આજે 409494 લોકોએ રસીકરણ કરાવતા કુલ રસીકરણ 6,41,68,289 થયુ.રાજયમાં 3 મહાનગર અને 5 જીલ્લામાં કોરોના નોંધાયેલા કેસ આ મુજબ છે. સુરત શહેર-7 અને જીલ્લામા-1,વડોદરા શહેર-1 અને અમદાવાદ શહેર-5,વલસાડ-5,ભાવનગર-2,નવસારી-2 અને મહેસાણા-1 કેસ નોંધાયો છે. રાજયમાં આજે 5 શહેર અને 28 જીલ્લામાં કોરોના એકપણ કેસ નોંધાયો નથી.