રાજયમાં 24 કલાકમાં કોરોના 31 કેસ 4 મહાનગર અને 7 જીલ્લામાં નોંધાયા

0
15

રાજયમાં કોરોનાની રસી 516054 લોકોએ મુકાવતા કુલ રસીકરણ 78952203 થયુ 

રાજયમાં 24 કલાકમાં કોરોના 31 કેસ નોંધાતા કુલ કોરોનાસંક્રમિતનો આંક 827327 થયો.રાજયમાં 32 દર્દી સાજા થતા કુલ ડીસ્ચાર્જ 816920 અને સાજાનો દર 98.74 ટકા થયો.રાજયમાં આજની સ્થિતિએ 6 દર્દીઓ વેન્ટીલેટર પર સાથે 315 એકટીવ કેસ છે.રાજયમાં કોરોનાની રસી 516054 લોકોએ મુકાવતા કુલ રસીકરણ 78952203 થયુ .રાજયમાં 4 મહાનગર અને 7 જીલ્લામાં કોરોના કેસ આ મુજબ નોંધાયા છે. અમદાવાદ શહેર-10વડોદરા શહેર-6 અને જીલ્લા-2,સુરત શહેર -3 અને રાજકોટ શહેર-1 કેસ જામનગર જીલ્લા,કચ્છ,નવસારીમાં2-2  કેસ અને ભરુચ,ગીરસોમનાથ અને પોરબંદરમાં1-1 કેસ નોંધાયા છે.રાજયમાં4 મહાનગર અને 26 જીલ્લામાં કોરોના એકપણ કેસ નોંધાયા નથી.ભાવનગર શહેર અને જીલ્લો,ગાંધીનગર શહેર અને જીલ્લો,જામનગર શહેર,જુનાગઢ શહેર અને જીલ્લો,અમદાવાદ,અમરેલી,આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,બોટાદ,છોટાઉદેપુર,દાહોદ,ડાંગ,દેવભુમિદ્વારકા,ખેડા,મહીસાગર,મહેસાણા,મોરબી,નર્મદા,પંચમહાલપાટણ,રાજકોટ,સાબરકાંઠા,સુરત,સુરેન્દ્રનગર,તાપી અનેવલસાડનો સમાવેશ થાય છે.