રાજયમાં 24 કલાકમાં 2 મહાનગર અને 3 જીલ્લામાં કોરોના 16 કેસ નોંધાયા,વલસાડમાં 1નું મોત

0
20
download-3-16.jpg

અમદાવાદ મહાનગર અને જીલ્લામાં સતત બે દિવસથી કોરોના એકપણ કેસ નોંધાયો નથી

રાજયમાં 24 કલાકમાં કોરોના 16 કેસ નોંધાતા કુલ કોરોના સંક્રમિતનો આંક 826434 થયો.રાજયમાં આજે વલસાડમાં એક દર્દીનુ મોત થતા કુલ મૃત્યુઆંક 10088 થયા.રાજયમાં આજે 20 લોકો ડીસ્ચાર્જ થતા કુલડીસ્ચાર્જ 816187 અને સાજાનો દર 98.76 ટકા થયો. રાજયમાં આજની સ્થિતિએ 5 દર્દીઓ વેન્ટીલેટર પર અને 159 એકટીવ કેસ નોંધાયા છે.રાજયમાં આજે 275254 લોકોએ રસીકરણ કરાવતા કુલ રસીકરણ68983360 થયુ. રાજયમાં આજે 2 મહાનગર અને 3 જીલ્લામાં કોરોના નોંધાયેલા 16 કેસ આ મુજબ છે.વડોદરા મહાનગર -2 ,સુરત મહાનગર-4 અને જીલ્લામા-3,વલસાડ-5 અને નવસારીમાં-2 કેસ નોંધાયા છે.રાજયના 6 મહાનગર અને 30 જીલ્લામાં કોરોના એકપણ કેસ નોંધાયો નથી.અમદાવાદ મહાનગર અને જીલ્લા,,વડોદરા મહાનગર,ભાવનગર મહાનગર અને જીલ્લો,ગાંધીનગર મહાનગર અને જીલ્લો,જામનગર મહાનગર અને જીલ્લો,જુનાગઢ મહાનગર અને જીલ્લો,રાજકોટ મહાનગર અને જીલ્લો,વડોદરા,અમરેલી,આણંદ,અરવલ્લીબનાસકાંઠા,ભરુચ,બોટાદ,છોટાઉદેપુર,દાહોદ,ડાંગ,દેવભુમિદ્વારકા,,ગીરસોમનાથ,ખેડા,કચ્છ,મહીસાગર,મહેસાણા,મોરબી,નર્મદા,પંચમહાલ,પાટણ,પોરબંદર,સાબરકાંઠા,સુરેન્દ્રનગર અનેતાપીનો સમાવેશ થાય છે.