રાજયમાં 4 મહાનગર અને 4 જીલ્લામાં કોરોના 20 કેસ નોંધાયા

0
17

રાજયમાં આજે 424219 લોકોએ રસીકરણ કરાવતા કુલ રસીકરણ60993452 થયુ

રાજયમાં 24 કલાકમાં કોરોના 20 કેસ નોંધાતા કુલ કોરોના સંક્રમિતનો આંક 825936 થયો.રાજયમાં આજે 18 દર્દી સાજા થતા કુલ સાજાનો આંક 815696 અને સાજાનો દર 98.76 થયો. રાજયમાં 4 દર્દી વેન્ટીલેટર પર અને 158 એકટીવ કેસ નોંધાયા છે.રાજયમાં આજે 424219 લોકોએ રસીકરણ કરાવતા કુલ રસીકરણ60993452 થયુ. રાજયમાં આજે4 મહાનગર અને 4 જીલ્લામાં આ મુજબ કેસ નોંધાયા છે.સુરત મહાનહર-5 અને જીલ્લામાં-1 ,અમદાવાદ મહાનગર-3,વડોદરા મહાનગર-2,ગાંધીનગર શહેર -1 ,વલસાડ-6, આણંદ અને નવસારીમાં-1 કેસ નોંધાયો છે.રાજયના 4 મહાનગર અને 29 જીલ્લામાં કોરોના એકપણ કેસ નોંધાયો નથી.અમદાવાદ,ભાવનગર શહેર અને જીલ્લો,જામનગર શહેર અને જીલ્લો,જુનાગઢ શહેર અને જીલ્લો,રાજકોટ શહેર અને જીલ્લો,અમરેલી,અરવલ્લી,બનાસકાંઠા,ભરુચ,બોટાદ,છોટાઉદેપુર,દાહોદ,ડાંગ,દેવભુમિદ્વારકા,ગાં
ધીનગર,ગીરસોમનાથ,ખેડા,કચ્છ,મહીસાગર,મહેસાણા,મોરબી,નર્મદા,પંચમહાલ,પાટણ,પોરબંદર,સાબરકાંઠા,સુરેન્દ્રનગર,તાપી અને વડોદરાનો સમાવેશ થાય છે.