રાજ્યમાં સોમવાર 22 નવેમ્બરથી શરૂ થશે ધોરણ-1 થી 5ના ઓફલાઈન વર્ગો

0
13

શિક્ષણ પ્રધને કહ્યું કે રાજ્યમાં આવતીકાલથી એટલે કે 22 નવેમ્બરથી ધોરણ-1 થી 5ના વર્ગો શરૂ થશે. આ માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે

રાજ્યમાં ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો અંગે રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. શિક્ષણ પ્રધને કહ્યું કે રાજ્યમાં આવતીકાલથી એટલે કે 22 નવેમ્બરથી ધોરણ-1 થી 5ના વર્ગો શરૂ થશે. આ માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

શું છે ગાઇડલાઇન?
1)વિદ્યાર્થી અને શાળાના સ્ટાફે ફરજિયાત માસ્ક પહેરવું
2)વિદ્યાર્થી શાળામાં પ્રવેશે તે પહેલા હાથ સેનેટાઇઝ કરવા
3)વિદ્યાર્થીઓ સાથે બેસીને નાસ્તો નહીં કરી શકે
4)વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેન્ચ પર બેસાડવા
5)વિદ્યાર્થીને તાવ કે શરદી જેવું લાગે તો તે શાળાએ ન આવે
6)શાળાએ આવતા પહેલા વાલીઓએ આપવું પડશે સંમતિ પત્રક

રાજ્યમાં ધોરણ-1 થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે શિક્ષણપ્રધાને થોડા દિવસ પહેલા રાજકોટમાં સંકેત આપ્યાં હતાં. 15 નવેમ્બરે રાજકોટમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને લઈ જલ્દી સારા સમાચાર મળશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળના કારણે લાંબા સમયથી નાના બાળકોનું ઓફલાઈન શિક્ષણ બંધ છે. કોરોનાના કેસ હળવા થયા બાદ છઠ્ઠા ધોરણથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલું છે. નાના બાળકોને હજુ પણ ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે.

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતુ કે, તંત્ર બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને થોડા દિવસ બાદ પ્રાથમિક શાળા શરૂ કરવાની વિચારણા કરી રહી છે.હાલ શિક્ષણ વિભાગ દ્વારા 10થી વધુ એક્સપર્ટોની એક કમિટી બનાવવામાં આવશે.જેમાં બાળકને ઓનલાઈન શિક્ષણમાંથી ઓફલાઈન શિક્ષણમાં ઢાળવા માટેના વિચારવિમક્ષ કરાશે અને બાળકોને છેલ્લા બે વર્ષમાં પડેલી મુશ્કેલીના નિવારણ માટે આયોજન કરવામાં આવશે.