રાણીપમાં ધારાસભ્ય અરવિંદ પટેલના નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક પૂર્ણ, એનેક્સી ખાતે અધિકારીઓ સાથે બેઠક

0
21

ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાત પ્રવાસના આજના ત્રીજા દિવસે બેઠકોનો દોર ચલાવ્યો. તેમણે અમદાવાદના રાણીપમાં ધારાસભ્ય અરવિંદ પટેલના નિવાસસ્થાને બેઠક યોજી. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત ગાંધીનગર લોકસભાના ધારાસભ્યો હાજર રહ્યા. આ બેઠકમાં મતદાર યાદી સુધારણા અંગેની ચર્ચા કરવામાં આવી. બેઠક પૂર્ણ થયા બાદ ધારાસભ્ય અરવિંદ પટેલે કહ્યું કે- બેઠકમાં કોઈ ચૂંટણી લક્ષી મુદ્દો ચર્ચાયો નથી. ફક્ત મતદાર યાદીમાં કોઈ મતદાતાનું નામ રહી ન જાય. નવા નામો ઉમેરાય અને મતદાતાને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારનું આયોજન કરવા અંગેની ચર્ચા થઈ છે.

તો અમદાવાદમાં ધારાસભ્યો બાદ ગૃહપ્રધાન અમિત શાહની અધિકારીઓ સાથે બેઠક યોજાઇ છે. અમદાવાદ એનેક્સી ખાતે આ બેઠક મળી છે. આ બેઠકમાં શહેર પોલીસ કમિશનર, મુખ્ય સચિવ હાજર રહ્યાં છે. તથા, આઈ.એ.એસ. અધિકારી વિજય નહેરા પણ બેઠકમાં હાજર રહ્યાં છે. તો અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે પણ હાજર રહ્યાં છે. આ ઉપરાંત, બેઠકમાં રાકેશ શંકર, સેક્રેટરી, પ્લાનિંગ વિભાગ, જી.એ.ડી. વિભાગ પણ હાજર રહ્યા છે.