રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતનાં નેતાઓએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

0
17

દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પુર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરી રહ્યું છે. તેમની જન્મજયંતિ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને ગૃહમંત્રી અમીત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત તમામ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.

આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયાનાયડુ, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સહિત તમામે પણ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પી હતી. પુર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનાં દીકરાં અનિલ શાસ્ત્રીએ વિજયઘાટ પર પોતાનાં પિતાને શ્રદ્ધાંજલી આપી હતી. મહત્વનું છે કે આજે રાષ્ટ્રપિતાની 152મી જન્મજયંતિ છે. તે દિલ્હીનાં સી.એમ. અરવિંદ કેજરીવાલે પણ બંને મહાપુરુષોને નમન કર્યા.

આ અવસરે વડાપ્રધાને ટવીટ કરી કહ્યું કે, મહાત્મા ગાંધીનાં મહાન સિદ્ધાંત વિશ્વસ્તરે પ્રાસંગીક છે અને લાખો લોકોને તાકાત આપે છે તો બીજા ટિવટમાં તેમણે લખ્યું કે, પુર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીને જયંતિ પર શત-શત નમન. મુલ્યો અને સિદ્ધાંતો પર આધારીત તેમનું જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.