રિક્ષાને બે પૈડાં પર ૨.૨ કિલોમીટર ચલાવીને બનાવ્યો રેકૉર્ડ

0
21

હાલમાં જ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલાક જૂના રેકૉર્ડ્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં તેને જ સ્થાન મળે છે જે તેમની પસંદના ક્ષેત્રમાં કાંઈક આગવું કરી બતાવે. વળી આગળ સેટ કરેલો રેકૉર્ડ બ્રેક કરનારાઓને પણ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળે છે.

હાલમાં જ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલાક જૂના રેકૉર્ડ્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. હાલમાં વર્ષ ૨૦૧૫ની એક વિડિયો ક્લિપ પોસ્ટ કરવામાં આવી છે, જેમાં જગદીશ મણિ નામના એક ઑટોરિક્ષાચાલકે લગભગ ૨.૨ કિલોમીટર સુધી રિક્ષાને બે પૈડાં પર દોડાવીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો.

અત્યાર સુધીમાં આ વિડિયોને ૨.૯ લાખ વ્યુઝ મળ્યા છે તેમ જ અસંખ્ય કમેન્ટ્સ મળી છે. ઇન્સ્ટાગ્રામના એક યુઝરે લખ્યું છે કે આવા કરતબ માત્ર ભારતીયો જ કરી શકે.