રોહિત શર્મા આજે ‘150 સિક્સર’ ફટકારીને વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડશે !

0
26

રોહિત શર્મા હાલમાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય

ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20 માં રોહિત શર્માના નિશાન પર વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ. હિટમેન આ રેકોર્ડ તોડીને વિરાટ કોહલીને આજે પાછળ ધકેલી દેવા માંગશે. વિરાટનો રેકોર્ડ તોડતા રોહિત ટી20 ઈન્ટરનેશનલમાં તેની 150 સિક્સ પણ પૂરી કરી શકે છે.વિરાટ કોહલીએ હાલમાં તેની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીમાં 3227 રન બનાવ્યા છે, જ્યારે રોહિત શર્માના નામે 3141 રન છે. રોહિત શર્મા વિરાટ કોહલીથી 87 રન દૂર છે. રોહિત શર્મા જે રીતે બેટિંગ કરે છે, તે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20માં આ રેકોર્ડ તોડી શકે છે.રોહિત શર્માએ અત્યાર સુધી રમાયેલી બે મેચમાં 103 રન બનાવ્યા હતા. તેણે પ્રથમ ટી20માં 48 રન બનાવ્યા હતા જ્યારે રાંચીમાં રમાયેલી બીજી ટી20માં તેણે 55 રન બનાવ્યા હતા.

રોહિત શર્મા હાલમાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય છે, જ્યારે માર્ટિન ગુપ્ટિલ પછી તે વિશ્વનો બીજો બેટ્સમેન છે. ભારતના T20 કેપ્ટનના નામે હાલમાં 147 સિક્સર છે.