લખીમપુરી ખેરી હિંસા : પોલીસે બે લોકોની ધરપકડ કરી, કેન્દ્રીય મંત્રીનો પુત્ર લાપતા

0
14

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં પોલીસે જિલ્લાના ટીકુનિયા ગામમાં થયેલી હિંસાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરી છે.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં પોલીસે જિલ્લાના ટીકુનિયા ગામમાં થયેલી હિંસાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરી છે.

પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા લોકોની ઓળખ લવકુશ રાણા અને આશિષ પાંડે તરીકે કરવામાં આવી છે. બંને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાના નજીકના સહયોગી હોવાનું કહેવાય છે.

લખીમપુર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે 3 ઓક્ટોબરના રોજ ટીકુનિયા ગામમાં ખેડૂતોને કચડી નાખનારા એક વાહનમાં આ બંને શખ્સો બેઠા હતા. બંનેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

એફઆઈઆરમાં આશિષ મિશ્રાનું નામ આપવામાં આવ્યું છે અને અહેવાયું છે કે તે કાર ચલાવી રહ્યો હતો જે પ્રદર્શનકારીઓ ઉપર દોડી હતી. એફઆઈઆર મુજબ, આશિષે કારમાંથી નીચે ઉતર્યા બાદ ફાયરિંગ પણ કર્યું અને પછી તે છુપાઈ ગયો હતો.

જોકે, આ ઘટનાનો એક નવો વીડિયો સૂચવે છે કે ત્રણ એસયુવી લખીમપુર ખેરી હિંસામાં સામેલ હતી અને તે ગાડીઓ પર કોઈ હુમલો થયો ન હતો. પ્રથમ એસયુવીએ વિરોધીઓના જૂથને ધક્કો માર્યો જે અનપેક્ષિત રીતે વધુ ઝડપે ચાલી રહી હતી અને તેની પાછળ બીજી બે એસયુવી હતી.

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને આરોપીઓ કોણ છે, જેની સામે એફઆઈઆર નોંધાઈ છે અને શુક્રવાર સુધીમાં ધરપકડ કરાઈ છે તેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે. અધિકારીએ ઉમેર્યું હતું કે અન્ય આરોપીઓની શોધમાં વધુ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જોકે, મંત્રીનો પુત્ર હજુ પણ શોધી શકાયો નથી.