લખીમપુર ખીરી કેસ:સુપ્રિમ કોર્ટની રાજય સરકારને ફટકાર, હત્યાના આરોપી સામે કડક કાર્યવાહી કેમ નહીં! 

0
27

લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસા પર સુપ્રીમ કૉર્ટમાં ગુરુવારના સુનાવણી થઈ. કૉર્ટે આ મામલે યૂપી સરકાર પાસે સ્ટેટસ રિપૉર્ટ માગ્યો છે. કૉર્ટે સરકાર પાસે આવતી કાલ સુધી રિપૉર્ટ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ મુદ્દે કાલે સુનાવણી થશે

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની  ઘટના પર સુપ્રીમ કૉર્ટમાં ગુરુવારના સુનાવણી થઈ. કૉર્ટે આ મામલે યૂપી સરકાર પાસે સ્ટેટસ રિપૉર્ટ માગ્યો છે. કૉર્ટે સરકાર પાસે કાલ સુધી રિપૉર્ટ દાખલ કરવા માટે કહ્યું છે. આ બાબતે કાલે ફરી સુનાવણી થશે. સુનાવણી દરમિયાન કૉર્ટે યૂપી સરકારને પૂછ્યું છે કે તેણે આ મામલે અત્યાર સુધી કેટલી ધરપકડ  કરી છે, કેટલા આરોપી છે, આ બધાની માહિતી સાથે તે કાલે રિપૉર્ટ દાખલ કરે. સુનાવણી શરૂ થવા પર કેસમાં ચિટ્ઠી નાખનારા વકીલ શિવકુમાર ત્રિપાઠીએ કૉર્ટમાં જણાવ્યું કે, “લખીમપુર ખીરી ઘટનામાં અનેક ખેડૂતો મારી નાખવામાં આવ્યા છે. આ પ્રશાસનની લાપરવાહી થકી થયું. કૉર્ટ આ મામલે યોગ્ય કાર્યવાહી કરે. હું આશા રાખું છું કે કૉર્ટ અમારા પત્રને ગંભીરતાથી લેશે અને દોષીઓ વિરુદ્ધ એક્શન લેવાશે. આ માનવાધિકારના ઉલ્લંઘનની ઘટના છે.”

આ અંગે સીજેઆઇએ યૂપી સરકાર પાસે જવાબ માગ્યો. યૂપી સરકારે આજે કૉર્ટને કહ્યું કે, “આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. એસઆઇટીનું ગઠન કરવામાં આવ્યું છે. એફઆઇઆર નોંધવામાં આવી છે. અમે રિપૉર્ટ દાખલ કરી શકીએ છીએ.” ત્યાર બાદ કૉર્ટે તેમને કાલ સુધીમાં રિપૉર્ટ દાખલ કરવા કહ્યું છે. યૂપી સરકારના નિવેદનો પર સીજેઆઇએ કહ્યું કે, “પણ આરોપ એ છે કે તમે યોગ્ય તપાસ નથી કરી રહ્યા. યૂપી સપકારે આ અંગે કહ્યું કે અમે આ મામલે ન્યાયિક આયોગનું ગઠન પણ કર્યું છે. કાલે કેસની સુનાવણી રાખવામાં આવે. અમે બધા જવાબ આપવાના પ્રયત્નો કરશું.”

ગરિમા પ્રસાદે યૂપી તરફથી કહ્યું, “અમે એફઆઇઆર દાખલ કરી લીધી છે. હાઇકૉર્ટના રિટાયર્ડ જજની આગેવાનીમાં ઇન્વેસ્ટિગેશન ટીમ પણ બનાવી દીધી છે.” આ અંગે સીદેઆઇએ કહ્યું કે, “કાલે આ મામલે રાજ્ય સરકાર સાથે વાત કરી નિર્દેશ લઈ આવો અને હાઇકૉર્ટમાં આ મામલે કેટલી અરજીઓ દાખલ થઈ છે તેનો સ્ટેટસ રિપૉર્ટ દાખલ કરો. કેટલી  ફરિયાદ, કેટલી ધરપકડ અને કેટલા આરોપી બઘું જ જણાવો.”