લગ્નની તૈયારીઓ માટે કૅટરિના-વિકીની ટીમ પહોંચી રાજસ્થાન

0
23

કૅટરિના કૈફ અને વિકી કૌશલનાં લગ્નની વિવિધ ઇવેન્ટ્સ આયોજિત કરવા માટે ૧૦ સદસ્યોની ટીમ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલી સિક્સ સેન્સિસ ફોર્ટ હોટેલમાં પહોંચી ગઈ છે. આ શાહી લગ્ન ૭ ડિસેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી યોજવામાં આવશે. અલગ-અલગ ઇવેન્ટ્સ માટે અનેક કંપનીઓને અપૉઇન્ટ કરવામાં આવી છે. કૅટરિના  અને વિકી બન્નેની ટીમે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આખી હોટેલની રેકી કરીને તેઓ નક્કી કરશે કે બારાત ક્યાંથી આવશે અને મેંદી સેરેમની ક્યાં રાખવામાં આવશે. જોકે બન્નેમાંથી હજી સુધી કોઈએ લગ્ન વિશે સ્પષ્ટતા નથી કરી. એક વાત તો નક્કી છે કે આ શાનદાર લગ્ન માટે તો સૌકોઈ આતુર છે.