લશ્કરી અથડામણ નિવારવા અમેરિકા-ચીન સંમત

0
10

જો બાઈડન- જીનપીંગ વચ્ચે પ્રથમ ફેસ ટુ ફેસ વર્ચ્યુઅલ બેઠક

વિશ્વની બે મહાસતા અમેરિકા અને ચીનના રાષ્ટ્રવડાઓ વચ્ચેની વર્ચ્યુઅલ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન તથા ચીનના રાષ્ટ્રવડા શી જીનપીંગ એ બન્ને દેશો વચ્ચે અનેક મુદાઓ પર મતભેદ અને તનાવ છે. તેનો સાવધાનીપુર્વક ઉલ્લેખ કરીને વિશ્વ અને એક બજારના દેશોના લોકો પ્રત્યેની તેમની જવાબદારી ને કેન્દ્રમાં રાખવાની આવશ્યકતા દર્શાવતી હતી.

વ્હાઈટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં બાઈડન થોડે દૂર તેમના સહાયકો સાથે બેઠા હતા તો જીનપીંગ બીજીંગના ગ્રેઈટ હોલ ઓફ પીપલમાં તેમની ચેમ્બર્સની બાજુના કોન્ફરન્સ રૂમમાંથી વાતચીત કરી રહ્યા હતા. સંવાદનો પ્રારંભ બાઈડને કર્યો હતો અને તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તે બદલ જીનપીંગે જે શુભેચ્છાઓ મોકલી હતી તે બદલ આભાર માન્યો હતો તો જીનપીંગે બાઈડનને ‘જુના દોસ્ત’ તરીકે ગણાવી તેઓને મળ્યા તે બદલ ખુશી વ્યક્ત કરી હતી.

બાઈડને કહ્યું કે, આપણે બન્ને કદી અનૌપચારીક બની રહ્યા નથી તેથી હું ઔપચારીક રીતે જ આપણી વાતચીત ચાલુ કરુ છું. આપણે બન્ને કદી એ વાતથી પણ અલગ થયા નથી કે સામેની વ્યક્તિ શું વિચારે છે તથા વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ સહિતની જે સમસ્યા છે તેમાં બન્ને દેશોએ સાથે કામ કરવાની જરૂરીયાત દર્શાવી હતી. જીનપીંગે જણાવ્યું કે હું બન્ને દેશોના સંબંધોને મજબૂત બનાવવા આપની સાથે ઉભો છું.

બન્ને દેશો વચ્ચે તાઈવાનનો મુદો સૌથી ગરમ છે. જો કે બન્ને રાષ્ટ્રવડાઓ તેમાં સીધો ઉલ્લેખ કરવાનું ટાળતા બન્ને દેશો વચ્ચેનો તનાવ કોઈ લશ્કરી અથડામણમાં પરીવર્તીત ન થાય તે જોવાની જવાબદારી બન્ને રાષ્ટ્રોની છે. બાઈડને અન્ય અધિકાર સહિતના અનેક મુદા ટેબલ પર રાખ્યા હતા તો ચીનના રાષ્ટ્રપતિએ પણ તેમના દેશની કંપનીઓને અમેરિકામાં પ્રતિબંધીત કરવા સહિતના મુદા ઉઠાવ્યા હતા અને બન્ને રાષ્ટ્રવડાઓએ આ મુદે વાતચીત ચાલુ રાખવા સંમતી દર્શાવી હતી અને બન્ને રાષ્ટ્રવડાઓએ સંવાદ વધારવા અને જે કંઈ પડકારો છે તેને સંયુક્ત રીતે ઉપાડવાની પણ સંમતી દર્શાવી હતી.

* બન્ને દેશોના રાષ્ટ્રવડાઓએ વૈશ્વિક જવાબદારી પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવા સંમતી દર્શાવી
* બાઈડને પ્રમુખ પદે વિજય સમયે અભિનંદન બદલ જીનપીંગનો આભાર માન્યો: ચાઈનીઝ પ્રમુખે બાઈડનને જૂના દોસ્ત ગણાવ્યા
* વ્હાઈટ હાઉસના રૂઝવેલ્ટ રૂમ બે બિજીંગના ગ્રેટ હોલ ઓફ પીપલની ચેમ્બર્સ વચ્ચે વિડીયો હોટલાઈન: વિવાદી મુદા ટળાયા