શાાહરુખ ખાન અને ગૌરી ખાન ઉજવશે આર્યન ખાનનો બર્થડે સાદાઈથી ઉજવશે

0
19

સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનો 13 નવેમ્બરે જન્મદિવસ છે.

સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનો 13 નવેમ્બરે જન્મદિવસ છે. આર્યન ખાન 24 વર્ષનો થઈ ચુક્યો છે. પોતાની આટલી ઉંમરે આર્યન જીંદગીનો એક ખરાબ તબક્કો જોઈ ચુક્યો છે.  ધીમે ધીમે તે આમાંથી બહાર નિકળી ફરી સામાન્ય જીંદગી જીવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગત દિવસોમાં ક્રુઝ શિપ ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ આર્યન ખાન જે મુશ્કલીમાંથી પસાર થયો છે તેને ધ્યાને રાખી બર્થડે સેલિબ્રેશન સરળ અને સિમ્પલ રીતે કરવામાં આવશે.

અગાઉના જન્મદિવસ પર જયાં રોશની અને રોનક હતી, ગ્રેન્ડ સેલિબ્રેશન હતું, આ વખતે એવું કંઈ જોવા નહીં મળે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ આ વખતે આર્યન ખાનના  24માં જન્મદિવસનું સેલિબ્રેશન ખુબ સરળ અને સોબર હશે. સેલિબ્રેશનમાં માત્ર પરિવારના લોકો જ હશે, તેની બહેન સુહાના યુએસથી ફેસટાઈમના માધ્યમથી સેલિબ્રેશનમાં હાજર રહેશે.

સુત્રો અનુસાર આર્યન ખાનને તેની જરૂરિયાત મુજબ સ્પેશસ અને પ્રાઈવેસી આપવામાં આવી રહી છે. ધીમે ધીમે આર્યન ખાન પોતાની રુટિન લાઈફમાં પરત ફરી રહ્યો છે. તેના પરિવારે હંમેશા તેનો બર્થડે સ્પેશિયલ બનાવ્યો છે. . પરંતુ આ વર્ષે આવું કંઈજ નહીં થાય. મન્નતની ચાર દિવાલોની વચ્ચે જ પરિવાર નાનકડું સિમ્પલ બર્થડે સેલિબ્રેશન કરશે. એનસીબીની ગાઈડલાઈન્સ અનુસાર આર્યન ખાનને દર શુક્રવારે NCB ઓફિસમાં હાજરી આપવી અનિવાર્ય છે. સૂત્રો જણાવે છે કે શાહરૂખ ખાને આ વર્ષે અલીબાગમાં આર્યન ખાનનો જન્મદિવસ ન ઉજવ્યો તેનું આ પણ એક મહત્વનું કારણ હતું.આર્યન અલીબાગ જતી વખતે પાપારાઝીનો સામનો કરવા માંગતો ન હતો. પરિવાર આર્યનનું કાઉન્સેલિંગ કરવાનું વિચારી રહ્યો છે જેથી તેને સારું લાગે.આ બધું જોઈને આર્યનને જાહેરમાં બધાની સામે આવતા ઘણો સમય લાગી શકે છે.