શું તમે પણ QR કોડ સ્કેનની મદદથી કરો છો પેમેન્ટ તો ચેતો, થઈ શકે છે ફ્રૉડ

0
25

સરકાર હેઠળ આવતી એસબીઆઇ (SBI)એ યૂઝર્સને સાવચેત કર્યા છે કે ક્યારેય પૈસા રિસીવ કરવા માટે ક્યૂઆર કોડનો (QR Code) ઉપયોગ નથી થતો. જો તમને કોઈપણ વ્યક્તિ ક્યૂઆર કોડનો ઉપયોગ કરીને પૈસા રિસીવ કરવા માટે કહે તો સાવચેત થઈ જાઓ.

છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં કૉન્ટેક્ટલેસ પેમેન્ટમાં ઘણો વધારો થયો છે. તેના પછીથી ક્યૂઆર કોડ  પણ વધારે પ્રચલિત છે. જણાવવાનું કે ક્યૂઆરકોડનો ઉપયોગ કરીને ડિજિટલ પેમેન્ટ  કરવા પર આપણને જેટલી વધારે સુવિધા મળે છે તેટલાં જ જોખમની પણ શક્યતા છે. ક્યૂઆર કોડ સંબંધી પેમેન્ટમાં હવે જોખમ વધવા લાગ્યું છે. જ્યાં ક્યૂઆર કોડે ડિજિટલ પેમેન્ટને સરળ બનાવી છે તો સાઇબર ક્રિમિનલે આનો ઉપયોગ બીજાઓને ઠગવા માટે પણ કરે છે. સરકારના સ્વામિત્વ ધરાવતા સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ યૂઝર્સને સાવચેત કર્યા છે કે ક્યારેય પૈસા રિસીવ કરવા માટે ક્યૂઆર કોડનો ઉપયોગ નથી થતો. જો તમને કોઈપણ વ્યક્તિ ક્યૂઆર કોડનો ઉપયોગ કરીને પૈસા રિસીવ કરવા માટે કહે તો સાવચેત થઈ જાઓ. જો તમે ક્યૂઆર કોડ દ્વારા કોઈને પેમેન્ટ કરો છો તો આ સંબંધે કેટલીક બાબતોનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે.

આજના સમયમાં તમે ક્યાંય પણ શૉપિંગ કરવા જાઓ, તે શૉપિંગ મૉલ હોય, પેટ્રોલ પંપ હોય કે શાકભાજીની લારી, દરેક જગ્યાએ ક્યૂઆર કોડ દ્વારા પેમેન્ટની સુવિધા મળી રહે છે. આ કૉન્ટેક્ટલેસ પેમેન્ટ સિસ્ટમ હોવાને કારણે વધારે સુવિધાજનક પણ છે. લોકોને ક્યૂઆર કોડ દ્વારા પેમેન્ટ કરવું વધારે સરળ થઈ રહ્યું છે. આથી લોકોને પોતાની સાથે કૅશ લઈને જવાની માથાકૂટમાંથી પણ છૂટકારો મળે છે અહીં સુધી કે પર્સ સાથે લઈ જવાની પણ જરૂર નથી માત્ર સ્માર્ટફોન દ્વારા બધું જ થઈ જાય છે. આની મદદથી કેટલું ખર્ચ થયું એ બધું પણ યાદ રાખવાની જરૂર નથી, કારણકે તમારા ડિજિટલ વૉલેટમાં બધા ટ્રાન્ઝેક્શન સેવ થાય છે.

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ પોતાના યૂઝર્સને સાવચેત કર્યા છે કે પૈસા મેળવવા માટે ક્યૂઆર કોડનો ઉપયોગ ન કરવો. ક્યૂઆર કોડ એક પ્રકારની સ્ટેટિક ઇમેજ હોય છે, જેને હૅક ન કરી શકાય. પણ ક્રિમિનલ આને દગાથી બદલી શકે છે અથવા તમને લાલચ આપીને ક્યૂઆર કોડ સ્કેન કરવા માટે પ્રૉત્સાહન આપી શકે છે. જ્યારે તમે ક્યૂઆર કોડ સ્કેન કરો છો ત્યારે ત્યાં સુધી પોતાનું પિન ટાઇપ ન કરો જ્યાં સુધી કે તમારે કોઈને પૈસા મોકલવા ન હોય. ક્યારેય પૈસા લેવા માટે યૂપીઆઇ પિન આપવાની જરૂર નથી હોતી. માત્ર પૈસા મોકલવા માટે ક્યૂઆર કોડનો ઉપયોગ કરવાનો છે અને પૈસા મેળવવા માટે ક્યૂઆર કોડનો ઉપયોગ કરવાનો હોતો નથી.

જ્યારે પણ તમારે અમાઉન્ટ મોકલવા માટે કહેવામાં આવે છે તો Google Pay, BHIM, SBI Yono Yono જેવા યૂપીઆઇ એપનો ઉપયોગ કરીને ક્યૂઆર કોડ સ્કેન કરવાનો હોય છે અને પછી ટ્રાન્ઝેક્શન કન્ફર્મ કરવા માટે અમાઉન્ટ અને પોતાનું યૂપીઆઇ પિન નોંધાવવાનું હોય છે. QR કોડનો અર્થ ક્વિક રિસ્પૉન્સ થાય છે. આ કોડ દેખાવામાં સામાન્ય લાગે છે, પણ તેમાં ઘણું ડેટા એકઠું થઈ શકે છે.