શેરબજારમાં રીલાયન્સ ઝળકયો; રૂા.140 વધ્યો

0
15

રીલાયન્સે સેન્ટીમેન્ટ બદલાવી નાખ્યુ

મુંબઈ શેરબજારમાં આજે નવેમ્બર ફયુચરના અંતિમ દિવસે તેજીનો ધમધમાટ હતો. રીલાયન્સે માર્કેટનું સેન્ટીમેન્ટ બદલાવી નાખ્યુ છે તેમાં 140 રૂપિયાથી અધિકનો ઉછાળો હતો. સેન્સેકસ 500 પોઈન્ટ ઉંચકાયો હતો.
શેરબજારમાં આજે શરુઆત ફલેટ રહ્યા બાદ માર્કેટ અટવાતુ રહ્યુ હતું. બપોરથી તેજીનો વળાંક આવી ગયો હતો. કોર્પોરેટ ક્ષેત્રની સૌથી મોટી ખાનગી કંપની રીલાયન્સે તેજીની આગેવાની લીધી હતી. કંપની જુદાજુદા વ્યવસાયોને ડીમર્જ કરવાના માર્ગે હોવાનું જાહેર થતા તેમાં ધૂમ લેવાલી હતી વનમેન આર્મીની જેમ સમગ્ર માર્કેટને ખભ્ભે ઉંચકી લીધુ હતુ અને તેના પ્રભાવ હેઠળ અન્ય શેરો પણ લાઈટમાં આવ્યા હતા. માર્કેટનું સેન્ટીમેન્ટ પોઝીટીવ બની રહ્યું હતું.

વિદેશી નાણાં સંસ્થાઓની જંગી વેચવાલી છતાં તે ડીસ્કાઉન્ટ થઈ ગયાની છાપ હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે આજે નવેમ્બર ફયુચરનો અંતિમ દિવસ હતો એટલે ઉભા વેપાર સરખા કરવા કે કેડીઓવર કરવાનું માનસ હતું. રીલાયન્સની હુંફે તેજી થતા વેચાણ કાપણીથી તેજીને વધુ જોર મળી ગયુ હતું. શેરબજારમાં આજે રીલાયન્સમાં 140 રૂપિયાથી અધિકનો ઉછાળો હતો અને 2500ના સ્તરે પહોંચ્યો હતો. પેટીએમ સળંગ ત્રીજા દિવસે વધીને 1800ના સ્તરે હતો.

લેટન્ટ બુમાં સતત બીજા દિવસે તેજીની સર્કીટ હતી અને 701.90 સાંપડયો હતો. આ સિવાય ઈન્ફોસીસ, આઈટીસી, ડીવીઝ લેબ, વેદાંતા, વોડાફોન, ટાટા પાવર, ઝોમેટો, ટાઈટન, ભારતી એરટેલ, કોટક બેંક વગેરે ઉંચકાયા હતા. ઈન્ડીયન ઓઈલ, મારુતી, બ્રીટાનીયા, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક, બજાજ ફીનસર્વિસ, હિન્દ લીવર, ઈન્ડુસઈન્ડ બેંક વગેરેમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 500 પોઈન્ટના ઉછાળાથી 58841 હતો તે ઉંચામાં 58901 તથા નીચામાં 58143 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 136 પોઈન્ટ વધીને 17551 હતો તે ઉંચામાં 17564 તથા નીચામાં 17351 હતો.