સમુદ્રમાં માણસ કરતાં મોટા કદનું જળચર મળ્યું

0
20

સંશોધકોની ટીમે આ જળચરનો તાત્કાલિક વિડિયો શૂટ કરી લીધો હતો

વૈજ્ઞાનિકોને લાલ સમુદ્રમાં શોધખોળ દરમ્યાન માણસ કરતાં મોટું વિશાળકાય જળચર મળી આવ્યું છે.મરીન બાયોલૉજિસ્ટ અને ફિલ્મમેકર્સની બનેલી આ ટીમ રેડ-સી ઉર્ફે લાલ સમુદ્રનાં વણસ્પર્શ્યાં ઊંડાણો તાગવા સમુદ્રમાં ડૂબકી લગાવી રહી હતી. આ ટીમ ૨૦૧૧માં ડૂબી ગયેલા એક વિરાટ જહાજના અવશેષ શોધી રહી હતી એ દરમ્યાન ૨૮૦૦ ફુટના ઊંડાણમાં તેમની સામે એવું નજરાણું લાગ્યું જેના પર તેઓ વિશ્વાસ ન કરી શક્યા. દરિયામાં જોવા મળતા ઑક્ટોપસ કે સ્ક્વીડ જેવું એક વિશાળકાય જળચર તેમની નજરે ચડ્યું. જાંબુડી જેવા રંગનું આ પ્રાણી માણસ કરતાં પણ મોટું હતું. આ પ્રાણી જોઈને તેઓ એવા ચોંકી ગયા હતા

સંશોધકોની ટીમે આ જળચરનો તાત્કાલિક વિડિયો શૂટ કરી લીધો હતો જે વિશ્વભરમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી વાઇરલ થઈ રહ્યો છે.