સરકારની નિયમન લાવવાની તજવીજ જોતાઆજે ક્રિપ્ટોકરન્સીમાં કડાકો બોલાયો,

0
21

બુધવારે ભારતીય એક્સચેન્જો પર ક્રિપ્ટોકરન્સીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો

ભારત સરકાર ક્રિપ્ટોકરન્સી પર કડક હાથે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકી શકાય છે. સરકાર સંસદના શિયાળુ સત્રમાં આ અંગે બિલ લાવે ટેવઉઈ શક્યતા છે. આવા સમાચાર આવતાની સાથે જ તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સી મંગળવારે ડૂબી ગઈ હતી. મોટા ભાગની ક્રિપ્ટો કરન્સીમાં 15 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

આ સમાચાર પછી મંગળવારે બિટકોઈનમાં લગભગ 15 ટકા, ઈથેરિયમમાં 12 ટકા, ટેથરમાં લગભગ 6 ટકા અને USD કોઈનમાં લગભગ 8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ભારતમાં, બિટકોઈનની કિંમત 15 ટકા ઘટીને રૂા. 40,28,000, ઈથેરિયમ રૂા. 3,05,114, ટેથર રૂા. 76 આસપાસ, કાર્ડનોની કિંમત રૂ. 137ની આસપાસ રહી હતી.

આ પછી, આજે એટલે કે બુધવારે પણ ભારતીય એક્સચેન્જો પર ક્રિપ્ટોકરન્સીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે સવારે લગભગ 10.20 વાગ્યે wazirx.com પર, બિટકોઇન લગભગ 11 ટકા ઘટીને રૂા. 40,40,402, શિબા ઇનુ (SHIB) લગભગ 17 ટકા ઘટીને રૂ. 0.002900 પર, ટેથર (USDT) લગભગ 12 ટકા ઘટીને રૂા. 70.50ના ઘટાડા સાથે, ઇથેરિયમ લગભગ 9 ટકા ઘટીને રૂા. 3,03,849 પર અને ડોજકોઇન લગભગ 11 ટકા ઘટીને રૂા. 15.83 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

તમામ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે, સરકાર સંસદના શિયાળુ સત્રમાં ‘ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021’ લાવવાની તૈયારી કરી રહી છે.

ક્રિપ્ટોકરન્સી ટેક્નોલોજીના ઉપયોગમાં રાહત આપવા માટે, સરકાર આ બિલમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI) વતી સરકારી ડિજિટલ કરન્સી ચલાવવા માટેના માળખા માટે જોગવાઈ કરશે. સરકાર દ્વારા લોકસભાના બુલેટિનમાં આ બિલની માહિતી આપવામાં આવી છે. નોંધનીય છે કે નાણાં પરની સંસદીય સમિતિમાં ક્રિપ્ટોકરન્સી વિશે ચર્ચા થઈ હતી, જેમાં પ્રતિબંધને બદલે નિયમનનું સૂચન કરવામાં આવ્યું હતું.

નોંધપાત્ર રીતે, દેશમાં મોટી સંખ્યામાં લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છે. આ કરન્સીમાં ઘણી વધઘટ થાય છે. તેઓ ક્યાંથી શરૂ કરી રહ્યા છે અને ક્યાંથી કામ કરી રહ્યા છે. તેની કોઈ જાણ નથી. આવી સ્થિતિમાં, સરકારે તેના વિશે નિર્ણય લેવાનું વિચાર્યું છે, જે એક સારું પગલું માનવામાં આવે છે.