સસરાની સંપત્તિ ઉપર જમાઈ કોઈ હક-દાવો નહીં રાખી શકે-કેરળ હાઈકોર્ટ

0
24

કેરળ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો: સસરા ભલે પુત્રની જેમ રાખે અથવા તેને દત્તક લઈ લીધો હોય પણ તેનો મિલકત ઉપર બિલકુલ અધિકાર નથી

સસરાની સંપત્તિમાં પોતાનો હક્ક માનનારા અને માંગનારા જમાઈઓને કેરળ હાઈકોર્ટનો એક ચુકાદો નિરાશ કરી શકે છે. કેરળ હાઈકોર્ટે એક કેસની સુનાવણીમાં સ્પષ્ટ કહ્યું કે સસરાની સંપત્તિમાં જમાઈનો કોઈ જ પ્રકારનો કાયદાકીય અધિકાર નથી. જમાઈ સસરાની મિલકત અથવા ભવનમાં હક્કનો દાવો કરી શકે નહીં.

હાઈકોર્ટના જસ્ટિસ એ.અનિલ કુમારે કેરળના કન્નુરના તૈલીપારામ્બા નિવાસી ડેવિસ રાફેલની અપીલ ફગાવતાં આ ચુકાદો આપ્યો છે. ડેવિસે પોતાના સસરા હેન્ડ્રી થૉમસની સંપત્તિ પર હક્ક વ્યક્ત કર્યો હતો. આ પહેલાં હેન્ડ્રીએ પયાન્નુરની નીચલી કોર્ટમાં એક કેસ દાખલ કર્યો હતો. હેન્ડ્રીએ કોર્ટને આગ્રહ કર્યો હતો કે તે ડેવિસને તેની સંપત્તિમાં દખલઅંદાજી અને ત્યાં આવવા-જવા પર સ્થાયી રોક લગાવવામાં આવે અને તેને પોતાની સંપત્તિ તેમજ મકાનનો શાંતિપૂર્વક વપરાશ કરવા દે.

હેન્ડ્રીએ દાવો કર્યો હતો કે તેમણે આ જમીન ફાધર જેમ્સ નસરથથી અને સેન્ટ પોલ્સ ચર્ચ તરફથી ભેટના રૂપમાં મેળવી હતી. આ જમીન પર તેમણે પોતાના પૈસાથી પાક્કું મકાન બનાવ્યું છે અને તે ત્યાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમણે દલીલ આપી કે તેમના જમાઈનો આ મિલકત ઉપર કોઈ જ હક્ક રહેતો નથી.

આ પછી ડેવિસના વકીલે દલીલ કરી હતી કે આ સંપત્તિની માલિકી જ સવાલોના દાયરામાં છે કેમ કે તે ચર્ચના અધિકારીઓએ દાનપત્રના આધારે પરિવારને આપી હતી. તેણે હેન્ડ્રીની પુત્રી સાથે લગ્ન કર્યા અને લગ્ન બાદ તેને એક પ્રકારે પરિવારને દત્તક લીધો છે એટલા માટે તેનો આ મકાન અને સંપત્તિમાં રહેવાનો પૂરો હક્ક છે. આ તમામ દલીલો છતાં નીચલી કોર્ટે ચુકાદો આપતાં કહ્યું કે ડેવિસનો હેન્ડ્રીની સંપત્તિમાં કોઈ જ હક્ક નથી.

હાઈકોર્ટે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ કહ્યું કે એ કહેવું મુશ્કેલ છે કે જમાઈ પરિવારનો એક સભ્ય છે. જમાઈનું એ કહેવું પણ શરમજનક છે કે તેણે હેન્ડ્રીની પુત્રી સાથે લગ્ન કર્યા બાદ છોકરીના પરિવારે દત્તક લીધો હતો.