સિલેકટીવ એપ્રોચ લોકશાહી માટે ખતરનાક,આ પ્રકારનાં લોકોથી સાવધ રહેવુ જોઈએ: મોદી

0
11

એનએચઆરસીના 28 માં સ્થાપના દિને વડાપ્રધાનનું સંબોધન : કેટલાંક લોકોને એક બાબતમાં માનવ અધિકારનું હનન દેખાય છે પણ બીજી બાબતમાં નહીં: નામ લીધા વિના મોદીએ વિરોધીઓ પર નિશાન સાધ્યું

એનએચઆરસીનાં 28 માં સ્થાપના દિવસ પર વડાપ્રધાન મોદીએ કોઈનું નામ લીધા વિના વિરોધીઓ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે સિલેકટીવ એપ્રોચ લોકશાહી માટે ખતરો છે. આવા લોકોથી સાવધાન રહેવુ મોદીએ જણાવ્યું હતું કે કેટલાંક લોકોને એક વાત માનવ અધિકારનું હનન દેખાયા છે.જયારે આવા લોકોને બીજી બાબતોમાં માનવ અધિકારોનું હનન નથી દેખાતું. સિલેકટીવ એપ્રોચ લોકશાહી માટે ખતરો છે.આવા લોકોથી સાવધાન રહેવુ.

આ તકે વધુમાં વડાપ્રધાને જણાવ્યુ હતું કે એક આવા સમયે જયારે દુનિયા વિશ્વ યુધ્ધની હિંસાનો સામનો કરી રહી છે. ત્યારે ભારતે પૂરા વિશ્વને અધિકાર અને અહિંસાનો માર્ગ બતાવ્યો હતો. આપણા બાપુ (ગાંધીજી)એ દેશ જ નહિં બલકે આખુ વિશ્વ માનવાધિકારો અને માનવીય મુલ્યોનાં પ્રતિકનાં રૂપમાં જુએ છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે આપણે મૂળભૂત સુવિધાઓને સો ટકા સેચ્યુરેશન સુધી લઈ જવાની છે.

આ સો ટકા સેચ્યુએશનનું અભિયાન સમાજમાં છેલ્લી લાઈનમાં ઉભેલા વ્યકિતનાં અધિકારોને નિશ્ચીત કરવાની છે.વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત હંમેશા માનવ અધિકારો પ્રત્યે પ્રતિબદ્ધ અને સંવેદનશીલ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી)ની રચના માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 અંતર્ગત 12 ઓકટોબર 1993 ના રોજ થઈ હતી તેનો ઉદેશ માનવ અધિકારોને પ્રોત્સાહન આપવાનો અને સંરક્ષણ કરવાનો છે.