સીબીઆઇ અને ઈડીના અધ્યક્ષના કાર્યકાળ લંબાવવાના વહહુકમને કૉન્ગ્રેસે સુપ્રીમમાં પડકાર્યો

0
15

સીબીઆઇ તથા ઈડીના અધ્યક્ષના કાર્યકાળને લંબાવીને પાંચ વર્ષ કરવાના વટહુકમ સામે કૉન્ગ્રેસ પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે.

સીબીઆઇ તથા ઈડીના અધ્યક્ષના કાર્યકાળને લંબાવીને પાંચ વર્ષ કરવાના વટહુકમ સામે કૉન્ગ્રેસ પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. રણદીપ સિંહ સુરજેવાલાએ આ મામલે અરજી દાખલ કરીને આ વટહુકમને રદ કરવાની માગણી કરી છે. તેમણે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સંશોધન) વટહુકમ, ૨૦૨૧ અને દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (સુધારો) વટહુકમ અને પર્સોનલ મિનિસ્ટ્રી ૧૫ નવેમ્બરના નોટિફિકેશન સામે અરજી કરી છે જેમાં સરકારને ઈડી, સીબીઆઇ અધ્યક્ષ તથા ડિફેન્સ, હોમ અને ફૉરેન સેક્રેટરીના કાર્યકાળને લંબાવવાની સત્તા કેન્દ્ર સરકારને આપે છે. સુરજેવાલાએ કહ્યું હતું કે આ રીતે અસ્થાયી રીતે થોડા-થોડા સમય માટે કાર્યકાળને લંબાવવાથી તપાસ એજન્સીઓ પર નિયંત્રણ આવશે તેમ જ એજન્સીઓ સ્વતંત્ર રીતે કામ નહીં કરી શકે.
સીબીઆઇ તથા ઈડીના ડિરેક્ટરોનો બે વર્ષનો કાર્યકાળ હોય છે. હવે આ પ્રમાણે એક-એક વર્ષ માટે કાર્યકાળ વધારાશે એ એકસામટો પાંચ વર્ષનો કાર્યકાળ નહીં હોય.