સુરતમાં રૂા.1 કરોડના ગાંજા સાથે ટ્રાન્સપોર્ટર ઝડપાયો

0
14

નિયોલ ચેકપોસ્ટ ઉપરથી ડીંડોલી વિસ્તારના યુવકને પકડયો 

ગુજરાતમાં દિવસે-દિવસે ડ્રગ્સના કેસો વધતા જઈ રહ્યા છે બરોબર ત્યારે જ સુરતમાંથી એક ટ્રાન્સપોર્ટર રૂા.1 કરોડના ગાંજા સાથે ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉનમાં પોલીસે ડ્રગ્સમાફીયાઓ સામે લાલ આંખ કરી છે અને ‘ડ્રગ્સ અગેઈન નો કોમ્પ્રોમાઈઝ’ અભિયાન અંતર્ગત ડીસીબીએ સુરતની નિયોલ ચેકપોસ્ટ ઉપરથી ડીંડોલી વિસ્તારનો ટ્રાન્સપોર્ટર અરૂણ મહાદીપ (ઉ.વ.37)ને રૂા.1 કરોડના ગાંજા સાથે ઝડપી લઈ આ શખસની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ટ્રાન્સપોર્ટર ગઈકાલે રવિવારે નિયોલ ચેકપોસ્ટ ઉપરથી ઝડપાયો હતો. દરમિયાન ગાંજો મંગાવનાર કોણ, ફાઈનાન્સ કરનાર કોણ, ગાંજો કયાંથી આવ્યો, કેટલી વાર આવ્યો, કોને-કોને આપવામાં આવે છે એવી તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ તપાસ દરમિયાન મોટામાથાઓની સંડોવણી ખૂલે તેવી શકયતા છે.