સોના-ચાંદી પરનો જીએસટી ત્રણ ટકામાંથી પાંચ ટકા કરવા ભલામણ

0
21

નાણામંત્રાલયની કમીટીએ કિંમતી ધાતુ પરનો જીએસટી વધારવા જણાવ્યું: હાલના જીએસટી દરમાં પણ આંતરિક ફેરફાર: 12 ટકા અને 18 ટકા વચ્ચેનો દર 17 ટકા કરવા પણ ભલામણ

દેશમાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષના અમલના ત્રણ વર્ષ પછી હવે આ આડકતરા વેરાના માળખામાં ધરખમ ફેરફારની તૈયારીના ભાગરૂપે આગામી જુલાઈથી નવા દર અને નવા સ્લેબ લાગુ થઈ જશે તેવા સંકેત છે. જો કે હજુ ગઈકાલે જ કેન્દ્ર સરકારે જાહેરનામુ બહાર પાડીને ટેકસટાઈલ અને ફુટવેર સહિત પર નવા ઉંચા સ્લેબ લાગુ કરી દીધા છે અને તે 1 જાન્યુઆરીથી અમલમાં આવી જશે. પરંતુ નાણામંત્રાલય સાથે સંકળાયેલી કમીટીએ જીએસટીના જે પાંચ ટકાનો સ્લેબ છે તે વધારીને સાત ટકા કરવા અને 18 ટકાનો સ્લેબ વધારીને 20 ટકા કરવા ભલામણ કરી છે તો 12 ટકા અને 18 ટકા વચ્ચે 17 ટકાનો એક સ્લેબ રાખવાની પણ વૈકલ્પિક દરખાસ્ત છે.

સૌથી મહત્વની ભલામણમાં સોના સહિતની કિંમતી ધાતુ પરનો જીએસટી દર 3 ટકાથી વધારીને પાંચ ટકા કરવા દરખાસ્ત છે. જેના કારણે સોના, ચાંદી તથા પ્લેટીનમ મોંઘા થશે. ગ્રુપ ઓફ મીનીસ્ટર દ્વારા અગાઉ ટેકસના સ્લેબમાં કોઈ ફેરફાર નહી કરવા ભલામણ કરવામાં આવી હતી પરંતુ નાણામંત્રાલયની કમીટીએ મહત્વના સુધારા સૂચવ્યા છે અને તા.27 નવેમ્બરના રોજ મળનારી બેઠકમાં તે અંગે નિર્ણય લેવાઈ જશે અને જીએસટી કાઉન્સીલની બેઠક ડિસેમ્બરમાં આખરી નિર્ણય લેશે.

જીએસટીના ગ્રુપ ઓફ મીનીસ્ટરનું મંતવ્ય છે કે કરચોરી અટકાવવા માટે ટેકસના જે કરમુક્તિ છે તેને ઓછામાં ઓછી કરી દેવી જોઈએ અને દેશભરમાં એક સમાન રીતે આ ટેકસ માળખુ લાગુ થવું જોઈએ. જો કે 28 ટકાનો ટેકસ રેટ ઘટાડીને 18 ટકા કરવાથી ભાવસપાટી પર કોઈ અસર થશે કે કેમ તે અંગે હજુ કોઈ આખરી તારણ અપાયું નથી.