સ્થાનિક પોલીસ અને એટીએસ જામનગરમાંથી 10 કરોડનું ડ્રગ્સ પકડયું

0
20

ડ્રગ્સ ઘુસાડનાર માફીયાઓએ જ ખાડો ખોદીને છુપાવી રાખ્યુ હતું: પૂછપરછમાં કબુલાત આપતા લોકલ પોલીસ તથા એટીએસની કાર્યવાહી

સલાયાના કરોડો રૂપિયાના ડ્રગ્સ કાંડ પછી પણ કેફી દ્રવ્યોનો જથ્થો મળવાનો સીલસીલો જારી રહ્યો હોય તેમ આજે જામનગરમાંથી વધુ 10 કરોડનું હેરોઈન પકડી પાડવામાં આવ્યું હતુ.લોકલ પોલીસ અને એટીએસે સંયુકત કાર્યવાહી હાથ ધરીને બે કિલો હેરોઈન કબજે કર્યું હતું.

પોલીસના સુત્રોએ જણાવ્યું છે કે, સલાયા સહીતના સ્થળોએથી પકડાયેલા 144 કિલો ડ્રગ્સ કાંડમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે તે દરમ્યાન તેઓ દ્વારા જામનગર નજીક ખાડો ખોદીને 10 કરોડનું બે કિલો હેરોઈન સંતાડવામાં આવ્યુ હોવાની કબુલાત આપી હતી તેના આધારે એટીએસ અને પોલીસનો કાફલો તે સ્થળે ઘસી ગયો હતો.આરોપીએ દર્શાવેલી જગ્યાએ ખોદકામ કરવામાં આવતા હેરોઈનના પેકેટ મળી આવ્યા હતા જેનુ વજન 2 કિલો થવા જાય છે અને કિંમત 10 કરોડ થાય છે.

આ સાથે સલાયા ડ્રગ્સ કાંડમાં અત્યાર સુધીમાં 730 કરોડનું 146 કિલો ડ્રગ્સ પકડાઈ ચુકયુ છે.ડ્રગ્સ માફીયાઓએ વધુ જથ્થો કયાંય સંતાડયો છે કે કેમ તે દિશામાં ઘનિષ્ટ પૂછપરછ કરવામાં આવી રહી છે.