સ્વચ્છતા જીવનશૈલી છે, જીવન મંત્ર છે: મોદી

0
25

વડાપ્રધાન મોદીએ આજે સ્વચ્છ ભારત મિશન શહેરી અને અમૃત યોજનાનાં બીજા ચરણનું આજે લોન્ચીંગ કર્યું હતું. અત્રે આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે પીએમ મોદીએ લોન્ચીંગ કરતી વખતે જણાવ્યું હતું કે અમારૂ લક્ષ્ય દરેક શહેરને કચરામુકત કરવાનું છે. દેશમાં દરરોજ લાખો ટન કચરો એકઠો થાય છે. શહેરોમાં તો કચરાના પહાડ ઉભા થઈ જાય છે.આ કચરાનું પ્રોસેસીંગ કરવામાં આવશે અને શહેરોની આસપાસ કચરાના પહાડોને પુરી રીતે ખતમ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ સિવાય અમારૂ લક્ષ્ય દરેક જગ્યાએ જળ ઉપલબ્ધ કરાવવુ સ્વચ્છ ભારત મિશન અને શહેરી વિકાસ માટે બનેલી અમૃત યોજનાનું આજ લક્ષ્ય છે કે દરેક શહેર કચરા મુકત અને પાણીથી પર્યાપ્ત ઉપલબ્ધતા રહે.ઉલ્લેખનીય છે કે અભિયાનનો આ બીજો તબકકો સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અને અમૃત 2.0 ને શહેરોને કચરા મુક્ત અને પાણીને સુરક્ષીત રાખવા માટે ડીઝાઈન કરવામાં આવ્યુ છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે દેશની આ મહત્વાકાંક્ષી યોજના છે અને માતૃભુમિ માટે પ્રેમ પણ છે. તેમાં મિશન પણ છે માન પણ છે અને મર્યાદા પણ છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અને અમૃત મિશનનું અલગ ચરણ બાબા સાહેબનાં સપનાને પુરા કરવાની દિશામાં મહત્વનું પગલુ લેખાશે. કારણ કે તેઓ અસમાનતાને દુર કરવાનું સૌથી મોટુ માધ્યમ શહેરી વિકાસને તે માનતા હતા.સ્વચ્છતા એક દિવસનું એક પખવાડીયાનું કે એક વર્ષનું કેટલાંક લોકોનું જ કામ છે એવુ નથી. સ્વચ્છતા દરેકનુ દરરોજ પેઢી દર પેઢી ચાલતું અભિયાન છે. સ્વચ્છતા જીવન શૈલી, સ્વચ્છતા જીવનમંત્ર છે.