સ્વપ્ન રોળાઈ જતાં કોહલી-ડિવિલિયર્સ રડી પડ્યા !

0
18

કોલકત્તા સામેના મેચમાં બેંગ્લોરનો પરાજય થતાં કોહલીનું આઈપીએલ જીતવાનું સ્વપ્ન રોળાઈ ગયું છે. હાર સાથે જ બેંગ્લોરની સફર ટૂર્નામેન્ટમાં પૂરી થઈ ગઈ છે. કોહલી માટે કેપ્ટન તરીકેનો આ અંતિમ મેચ હતો.

મેચ હાર્યા બાદ ટીમ સાથે વાત કરતી વખતે કોહલી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. તેની સાથે જ ડિવિલિયર્સ પણ આંસુ પાડતો દેખાઈ રહ્યો છે. આ મેચમાં બેંગ્લોરે 138 રન બનાવ્યા હતા જેના જવાબમાં કોલકત્તા બે બોલ બાકી રાખીને જ 139 રન બનાવી લીધા હતા. કોહલી હારી ગયો તો મેદાન ઉપર જ રડવા લાગ્યો હતો.