હરાજીમાં ૪.૬ કરોડમાં વેચાયું ગિટાર

0
19

આ કિંમત ૧૯૯૩માં પ્રખ્યાત ‘એમટીવી અનપ્લગ્ડ’માં સ્વ. નિર્વાણા ફ્રન્ટમૅન કુર્ટ કોબેઇનને ગિટાર વગાડવા માટે મળેલી કિંમત કરતાં ઘણી ઓછી હતી.

ન્યુ યૉર્કમાં સપ્તાહના અંતે રૉક મેમોરાબિલિયા ઑક્શનમાં વિન્ટેજ એરિક ક્લેપ્ટન ગિટાર ૬.૨૫ લાખ ડૉલર (લગભગ ૪૬૫.૦૮ લાખ રૂપિયા)માં વેચાયું હોવાની માહિતી જુલિયન ઑક્શન્સે આપી હતી.
શહેરના હાર્ડ રૉક કૅફેમાં શનિવારે મોડી રાતે યોજાયેલા આ ઑક્શનમાં ૧૯૭૦માં ૧૯૬૮ની બનાવટનું એકોસ્ટિક માર્ટિન ડી-45 ઇન્સ્ટ્રુમેન્ટ ક્લેપ્ટને એના બૅન્ડ ડેરેક ઍન્ડ ડોમિનોઝની પ્રથમ લાઇવ કૉન્સર્ટમાં પ્રથમ વાર વગાડ્યું હતું.
ક્લાસિક ગીત ‘લાયલા’ પાછળ આ ગ્રુપ છે. જુલિયન ઑક્શન્સના મતે આ ઇન્સ્ટ્રુમેન્ટના ૩ લાખ ડૉલર (લગભગ ૨૨૩.૨૪ લાખ રૂપિયા)થી પાંચ લાખ ડૉલર (લગભગ ૩૭૨.૦૭ લાખ રૂપિયા) મળવાની શક્યતા હતી. જોકે આ ગિટારના વિક્રમી ૬.૨૫ લાખ ડૉલર (લગભગ ૪૬૫.૦૮ લાખ રૂપિયા) મળ્યા હતા. આ કિંમત ૧૯૯૩માં પ્રખ્યાત ‘એમટીવી અનપ્લગ્ડ’માં સ્વ. નિર્વાણા ફ્રન્ટમૅન કુર્ટ કોબેઇનને ગિટાર વગાડવા માટે મળેલી કિંમત કરતાં ઘણી ઓછી હતી.