૧૨ કરોડ લોકોએ કોરોના-વૅક્સિનનો બીજો ડોઝ લીધો નથી : મનુસખ માંડવિયા

0
17

કુલ ૭૯ ટકા પુખ્ત વયના લોકોએ પહેલો ડોઝ લીધો છે તો ૨૮ ટકા લોકોએ બન્ને ડોઝ લીધા છે

કોવિડ-19 સામેની લડાઈ એના અંતિમ તબક્કામાં છે એમ જણાવતાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે કહ્યું હતું કે લડત પૂરી ન થાય ત્યાં સુધી આપણે આપણા સંરક્ષકોને નિરાશ ન થવા દેવા જોઈએ. તેમણે રાજ્યોને વૅક્સિનેશનનો વ્યાપ વધારવા વિનંતી કરતાં બીજો ડોઝ લેવાનો બાકી છે એવા ૧૨ કરોડ કરતાં વધુ લોકોને વૅક્સિનેશન માટે પ્રોત્સાહિત કર્યા હતા. કુલ ૭૯ ટકા પુખ્ત વયના લોકોએ પહેલો ડોઝ લીધો છે તો ૨૮ ટકા લોકોએ બન્ને ડોઝ લીધા છે.
રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના અધિકાર ક્ષેત્રના તમામ પુખ્ત વયના લોકોને ‘હર ઘર દસ્તક’ ઝુંબેશ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવે એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથેની વર્ચ્યુઅલ મીટિંગ દરમ્યાન કોવિડ-19 સામેની લડત એના અંતિમ તબક્કામાં હોવાનું તેમણે નોંધ્યું હોવાનું આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું.