૮૮ વર્ષના આ દાદા હજી પણ ગોલકીપર બને છે

0
23

લેંડુડનો વેલ્સમાં સ્થાનિક ફુટબૉલ ટીમ પેલેરિન બે સ્ટ્રોલર્સ એફસી માટે રમે છે

રમતગમત અને રાજકારણ એક એવું ક્ષેત્ર છે જેમાં નિવૃત્તિ માટે કોઈ વય નિર્ધારિત નથી હોતી. રમતગમતમાં ખેલાડીઓ નિવૃત્તિની વયે પહોંચતાં પહેલાં જ રિટાયરમેન્ટ જાહેર કરતાં હોય છે, જ્યારે કે રાજકારણમાં ઘણી વખત નિવૃત્તિની વયની નજીક પહોંચે ત્યારે હજી પ્રવેશ કરતા હોય છે.

બ્રિટનનો ઍલન કૈંસેલ ફુટબૉલની રમતનો ગોલકીપર છે. સામાન્ય રીતે ૩૦થી ૪૦ વર્ષ સુધી પહોંચતા સુધીમાં લોકો નિવૃત્તિ લઈ લેતા હોય છે ત્યારે ઍલન કૈંસેલ ૮૮ વર્ષની વયે પણ સ્થાનિક ફુટબૉલ ક્લબમાં ગોલકીપર છે.

લેંડુડનો વેલ્સમાં સ્થાનિક ફુટબૉલ ટીમ પેલેરિન બે સ્ટ્રોલર્સ એફસી માટે રમે છે. ઍલન કૈંસેલ જણાવે છે કે ૪૦ વર્ષની વય સુધી તેને ફુટબૉલ રમવામાં સહેજ પણ રસ નહોતો. રમવાની શરૂઆતમાં તેઓ ફાસ્ટ સ્કોરર હતા પરંતુ વય વધવા સાથે તેમનું ફિટનેસ લેવલ ઘટતાં તેઓ ગોલકીપર બની ગયા હતા.

૮૮ વર્ષની વયે પહોંચતા સુધીમાં તેમણે લોકોની પેઢીઓને રમતા જોયા છે તે એટલે સુધી કે તેઓ તેમના પરિવારના સભ્યો સાથે પણ રમી ચૂક્યા છે.

હાલમાં જ તેમને બ્રિટનના સૌથી વૃદ્ધ ફુટબૉલરનો તાજ પહેરાવવામાં આવ્યો છે.