હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
મુલ્લાં નસીરુદીનને એકવાર લગ્નમાં જવાનું થયુ.છ મહિના પહેલાં જયારે તેમને એ ઘરમાં જમવાનું આમત્રણ મળ્યુ હતું,ત્યારે તેમના ચંપલ કોઈ ગઠિયો ઉઠાવી ગયો હતો તે પ્રસંગ તેમને યાદ આવી ગયો.મુલ્લાનું દૂરંદેશીપણું તો જગજાહેર છે.તેમણે નકકી કર્યુ કે બારણા પાસે ચંપલ ઉતારવાને બદલે કોટના અંદરના ખીસામાં મૂકી દેવા.
મુલ્લાંએ તો ચંપલ કાગળમાં વીંટીને કોટમાં સેરવી દીધા.યજમાને તરતજ પુછયું,”મુલ્લાજી,કયુ નવું પુસ્તક કોટમાં મુકીને આવ્યા છો”?મુલ્લાજીએ જવાબ તો આપવો જ પડે આમેય તેઓ તેમના હાજરજવાબીપણા અને શાણપણ માટે વિખ્યાત હતા.તેઓ તરતજ બોલી ઊઠયા ,’મારા ખિસ્સામાં જે પુસ્તક છે તેનો વિષય છે..દૂરદેશીપણું….!”
યજમાને પૂછયું”અરે વાહ,આ વિષયનું પુસ્તક આપને કયાંથી મળ્યું’?
મુલ્લા કહે ..”સાચુ કહું? એક મોચી પાસેથી..”
- (વીણેલા મોતી-પ્રેરક વાર્તા-સંકલન:સુનિલ હાંડા,અનુવાદ-સોનલ મોદી