વિશ્વનું સૌથી ઉંચુ પ્રાચીન શિવમંદિર 6થી10 ડીગ્રી ઢળી રહ્યું છે
ઉત્તરાખંડમાં 12800 ફુટની ઉંચાઈના આ મંદિરને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવા તૈયારી
ઈટલીના પીસાનો ઢળતો મિનારો જે વાસ્તવમાં લીનિંગ ટાવર તરીકે ઓળખાય છે તેને વિશ્વની એક અજાયબીમાં સામેલ કરવામાં આવ્યો છે અને દર વર્ષે લાખો પ્રવાસી હવે તેને નિહાળવા આવે છે તો ભારતમાં પણ એક અજાયબી સર્જાય છે. ઉતરાખંડમાં જમીન ધસી પડવા અને તેના કારણે જોશીમઠમાં સેંકડો ઈમારતો ખાલી કરાવવી પડી હતી.
પણ હાલમાં જ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાએ શોધી કાઢયું છે કે રૂદ્રપ્રયાગ જીલ્લામાં ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત તુંગનાથ મંદિર જે 12800 ફુટની ઉંચાઈએ આવેલું છે તેનું સ્ટ્રકચર પાંચથી છ ડીગ્રી ઢળી ગયું છે અને તેની પાસેનું નાનુ સ્ટ્રકચર 10 ડીગ્રી સુધી ઢળી ગયું છે અને આ ઢળવાની પ્રક્રિયા હજુ અત્યંત ધીમી ગતિએ ચાલુ છે. આર્કીયોલોજીકલ સર્વેના જણાવ્યા મુજબ તેઓએ આ અંગે કેન્દ્ર સરકારને એક રિપોર્ટ મોકલ્યો છે અને આ અત્યંત પ્રાચીન સમયના
આ મંદિરને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કરીને તેની સુરક્ષાની ચિંતા કરવા જણાવ્યુ છે. હવે સરકારે આ પ્રક્રિયા ચાલુ કરી છે અને તે અંગે હવે જાહેર વાંધા અંગે નોટીસ અપાઈ છે. આ ઉપરાંત શા માટે આ મંદિર ઢળી રહ્યું છે તે અંગે પણ વૈજ્ઞાનિક ઢબે પરિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે તથા તેમાં સ્ટ્રકચરને કોઈ કાયમી ડેમેજ થતુ હોય તે અટકાવવા પ્રયાસ કરાશે.