સ્ટેચ્યુ ઓફ યુનિટીની 4 દિવસમાં 1 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો ખૂબ જ રહે છે. હાલમાં રજાઓના દિવસ દરમિયાન પણ પ્રવાસીઓનો ધસારો ખૂબ જ રહ્યો હતો. નર્મદા નદીના કિનારે આવેલા સરદાર પટેલની વિશાળ પ્રતિમાએ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અહીં અલગ અલગ આકર્ષણના કેન્દ્રો 23 જેટલા આવેલા છે. જેને નિહાળવા અને માણવા માટે લોકોનો ધસારો રહેતો હોય છે. 13 ઓગષ્ટથી 16 ઓગષ્ટ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા મોટા પ્રમાણમાં ઉમટી હતી.
સીઈઓ ઉદીત અગ્રવાલે મીડિયાને બતાવ્યુ હતુ કે, છેલ્લા એક સપ્તાહમાં જ એક લાખ કરતા વધુ મુલાકાતીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. વધુમાં બતાવ્યુ હતુ કે, અહીં 23 જેટલા આકર્ષણ છે, જેમાં બાળકો અને યુવાનો માટે પણ આકર્ષણ ધરાવતા પ્રકલ્પો છે. વર્ષ 2018માં 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. અત્યાર સુધીમાં દોઢ કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.