શનિવારે છે ચંદ્રગ્રહણ, જાણો શું કરવું શું ન કરવું
હિન્દુ ધર્મમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે.અને આવતી કાલે એટલે કે 28 ઓક્ટોબર 2023ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યું છે. મહત્વની બાબત એ છે કે આવતી કાલે શરદપૂર્ણિમા પણ છે અને વર્ષનું આ છેલ્લું ગ્રહણ ભારત સહિત અનેક દેશોમાં જોવા મળશે. ભારતીય સમય પ્રમાણે ગ્રહણ મધ્યરાત્રિએ 01:06 વાગ્યે શરૂ થશે અને 02:22 વાગ્યે સમાપ્ત થશે. આથી ચંદ્રગ્રહણનો સૂતક કાળ 28 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે શરૂ થશે અને તે સમાપ્ત થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ ખંડ ગ્રાસ ચંદ્રગ્રહણ છે.
- જ્યોતિષ અંશુ પારીકના જણાવ્યા અનુસાર ચંદ્રગ્રહણ મેષ અને અશ્વિન નક્ષત્રમાં થઈ રહ્યું છે,ઉલ્લેખીનીય છે કે મેષ રાશિ અને અશ્વિન નક્ષત્રમાં જન્મેલા લોકોને ગ્રહણની વધારે અસર જોવા મળશે,
- મેષ રાશિ અને અશ્વિન નક્ષત્રમાં જન્મેલા લોકોએ આ ખંડ ગ્રાસ ચંદ્રગ્રહણ જોવા માટે મનાઇ કરવામાં આવી છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષના આ છેલ્લા ચંદ્રગ્રહણની અસર વૃષભ, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે શુભ રહેશે જ્યારે મેષ, કન્યા, તુલા, મકર અને મીન રાશિના લોકોએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર રહેશે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર,ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે. આવી સ્થિતિમાં આવતીકાલે સાંજે 4 વાગ્યાથી ચંદ્રગ્રહણનું સૂતક શરૂ થશે.
- આ સુતક કાળમાં શુભ કાર્ય વર્જીત કરવામાં આવે છે. જેમાં, પૂજા, લગ્ન વિધી, મુંડન વિધિ, વાસ્તુ જેવા કાર્યો કરવામાં આવતા નથી.
- હિંદુ માન્યતા અનુસાર, ચંદ્રગ્રહણ દરમિયાન નખ અને વાળ કાપવા ન જોઈએ, આ સમય દરમિયા કોઇ ધારદાર વસ્તુ પણ ન ખરીદવી.
- ચંદ્રગ્રહણ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓ, મંદિરો વગેરેને સ્પર્શ કરવાની મનાઈ છે પરંતુ આ દરમિયાન તમે તેમને મનમાં યાદ કરી શકો, મંત્રો વગેરેનો જાપ કરી શકો.
- ચંદ્રગ્રહણ દરમિયાન મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. ગ્રહણ દરમિયાન ભગવાનની પૂજા કરવામાં આવે છે.
- ચંદ્રગ્રહણ દરમિયાન, ‘ॐ सों सोमाय नमः’ અથવા ‘ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:’ મંત્રનો જાપ કરો.
- ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી, વ્યક્તિએ કોઈ જળ તીર્થ પર જવું જોઈએ અથવા ઘર જ પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું જોઈએ અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ.