બોલિવૂડના ‘સુલતાન’એ રિયાધમાં ફૂટબોલના ખેલાડી રોનાલ્ડો સાથે મુક્કાબાજી નિહાળી
સલમાનખાને હાલમાં જ રિયાધ, સાઉદી અરબમાં ટાયસન ફયુરી અને ફ્રાન્સીસ નર્ગેનો વચ્ચે એક મુક્કાબાજીનો મેચ રમ્યા હતા. ફુટબોલના મહારથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અનેે તેની ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રીગ્ઝ પણ ત્યાં સલમાન સાથે બેઠા હતા. તસ્વીરમાં પોતાના ક્ષેત્રના આ ત્રણેય સ્ટાર બોક્સીંગ મેચ નિહાળતા તલ્લીન થતાં જોવા મળ છે. આ ત્રણેય હસ્તીઓને કેમેરામાં કેદ કરતી તસ્વીરો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
સાઉદી અરબમાં એક બોક્સીંગ મેચમાં ભૂરા રંગનો બ્લેઝર પહેરેલો સલમાનખાન, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની પાર્ટનર જોર્જિના રોડ્રીગ્ઝ સાથે બેઠેલા તસ્વીરમાં જોવા મળી રહ્યા છે.
આ તસ્વીર જોઇને ફેન્સ એકસાઇટેડ થઇ રહ્યા છે. એક ફેને લખ્યું: સલમાન ખાન અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડો સૌથી મોટો ક્રોસ ઓવર એક યુઝરે લખ્યું, એક ફ્રેમમાં બે ગોટ… સલમાન ખાન અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અન્ય યુઝરે લખ્યું, આ પોસ્ટ સલમાન ખાન અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના ફેન્સ સુધી જ સીમિત છે મને આ વર્ષનું સૌથી મોટું ક્રોસ ઓવર જોવા મળ્યું.